બાકી મીલકતવેરાને લઇને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સીંલીંગ જુંબેશ હાથ ધરવામા આવી છે. બાકી વેરા અંતર્ગત ઉત્તર પશ્ચીમ ઝોનમાં 16 કોમર્શીયલ એકમ સીલ કરવામા આવ્યા. આ એકમોનો 3 લાખથી 10 લાખ સુધીનો વેરો બાકી હતો. જે વારંવારની ટકોર છતા નહીં ભરાતા સીલ કરવામા આવ્યા છે.

10 કોમર્શિયલ એકમો કરાયા સીલ
થોડા દિવસ પહેલા બાકી ટેક્સ અંતર્ગત પુર્વ ઝોનમાં 10 કોમર્શીયલ એકમોને સીલ કરવામા આવ્યા હતા. ત્યારે હવે આગામી દિવસોમા દરેક ઝોનમા આ પ્રકારની કાર્યવાહી શરુ કરવામા આવશે. મહત્વનું છે કે ચાલુ નાણાકીય વર્ષે 2020-21ના એપ્રિલ 2020થી સાત જાન્યુઆરી સુધી 752.15 કરોડની આવક થઇ છે. આ વર્ષે તંત્રને 52.46 કરોડની આવક ઓછી થઇ છે. ત્યારે હવે તંત્ર બાકી વેરા વસુલવા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે.


મહાનગરપાલીકા દ્વારા આ એકમો સીલ કરાયા
- ચાર્લી સીરામીક – ગોતા ચોકડી
- હર્ષદભાઇ ઠાકોર , 9 નંબર-હરસિદ્ધ એસ્ટેટ, ગોતા
- નંદુભાઇ કાંતીલાલ પટેલ એન્ડ બ્રધર્સ – ગોતા ચોકડી
- કનુભાઇ રમણભાઇ ઠાકોર એન્ડ બ્રધર્સ – ગોતા
- હર્ષદભાઇ ઠોકર – 07 હસસીધ્ધ એસ્ટેટ – ગોતા
- રાહુલ દેવેન્દ્ર ઠાકોર એન્ડ બ્રધર્સ – હરસિદ્ધ એસ્ટેટ
- સહજાનંદ માર્બલ – ગોતા
- હર્શદ કેશરજી ઠાકોર – 08 હરસીધ્ધ એસ્ટેટ ગોતા
- વીલસ બહેન ઠાકોર એન્ડ બ્રધર્સ – 18 – હરસિદ્ધ એસ્ટેટ
- મફાઝી ઠાકોર એન્ડ બ્રધર્સ – 20 હરસિદ્ધ એસ્ટેટ ગોતા
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- અમદાવાદ/ નાની બસોનું ટેન્ડર પુરૂ થતાં સર્વિસ બંધ કરી દીધી, નિ:શુલ્ક બસ સેવાનો લાભ હવે નહીં મળે
- સુરત/ વોચમેનને માર મારી લૂંટારાઓ દાનપેટીમાંથી રોકડ અને ઘરેણાં ઉઠાવી ગયા, સીસીટીવીમાં દ્રશ્યો થયાં કેદ
- અમદાવાદમાં મેટ્રોની કામગીરીને કારણે આ રસ્તો દોઢ વર્ષ માટે રહેશે બંધ, વાહનચાલકો મુંઝાયા
- બ્રિટનનાં વડાપ્રધાને PM મોદીને મોકલ્યુ G-7 સમ્મેલનનું આમંત્રણ, સમિટ પહેલાં જૉનસન કરશે ભારતનો પ્રવાસ
- સુરત/ દેશી હાથ બનાવટી પિસ્તલ સાથે એક આરોપીની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી