GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

વિવાદિત દરખાસ્ત / કમર તોડી નાખે તેવી મોંઘવારી વચ્ચે શહેરીજનો પર કરબોજ વધારવાની તૈયારીમાં AMC

AMC

છેલ્લા 2 વર્ષથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ દરમિયાન લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો હતો. હવે ધીમે-ધીમે લોકોના ધંધા-રોજગાર ચાલ્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં વિવાદિત દરખાસ્ત આવી છે. કોર્પોરેશનના કમિશનરની આ દરખાસ્તને માની લેવામાં આવશે, તો શહેરીજનાના માથે પુન: કરોડોનો બોજો પડે એવી સ્થિતિ સર્જાશે. આ દરખાસ્ત પર આગામી ગુરુવારે મળનારી બેઠકમાં નિર્ણય લેવાશે.

AMC

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કમિશનરે સ્વછતા સેસમાં 3 ગણો વધારો કરવાની દરખાસ્ત કારોબારી સમિતિના એજન્ડામાં મુકી છે. કારોબારી સમિતિના એજન્ડામાં આ દરખાસ્તને મંજૂર કરવામાં આવે તો શહેરીજનોના માથા પર ફરી એક વખત કોરોડોનો બોજો આવશે. આગામી ગુરુવારે કારોબારી સમિતિની બેઠક યોજાવવાની છે. આ દરમિયાન આ દરખાસ્ત પર નિર્ણય લેવામાં આવશે.

2018ના વર્ષના અંતમાં શહેરીજનો ઉપર સફાઈ યુઝર ચાર્જ મુકવામાં આવે છે. હાલ રહેણાંક મિલકતના ટેક્સ બીલમાં સફાઈ યુઝર ચાર્જ તરીકે પ્રતિ દિન રૂ. 1 રૂપિયા એટલે કે વાર્ષિક 365 રૂપિયા લેવામાં આવે છે. જેમા વધારો કરી પ્રતિ દિન રૂ. 3 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. જ્યારે કોમર્શિયલ પ્રોપર્ટીના ટેક્સ બીલમાં યુઝર ચાર્જ તરીકે વર્તમાનમાં પ્રતિ દિન રૂ. 2 લેખે વાર્ષિક 700 રૂપિયા વસુલાય છે. જેમા વધારો કરી પ્રતિ દિન રૂ. 5 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. જો આ દરખાસ્ત મંજૂર થાય તો રહેણાંક મિલકત ધારકોના ટેક્સબીલમાં 1095 રૂપિયાનો વધારો થશે અને કોમર્શિયલ મિલકત ધારકોના ટેક્સ બીલમાં 1825 રૂપિયાનો વધારો થશે.

શહેરીજનો પાસેથી સફાઈ યુઝર ચાર્જ તરીકે રૂપિયા વસુલવામાં આવે છે, જોકે શહેરમાં ઠેર-ઠેર કચરો જોવા મળે છે. આ મામલે વિપક્ષે બે દિવસ પહેલા જ મેયરની ઓફિસ બહાર દેખાવો કર્યા હતા. આજે મળેલી સામાન્ય સભામાં પણ સ્વચ્છતા મુદ્દે વિપક્ષે પ્રહારો કર્યા હતા. AMCના નવા નિમાયેલા વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું કે અમદાવાદ મેટ્રો શહેર છે. સ્વચ્છતા અભિયાન અંગે 7 સ્ટાર રેટીંગની વાતો કરાય છે અને તેના માટે 70 લાખની વસ્તીવાળા શહેરમાં ફકત 2 વર્તમાનપત્રોમાં નોટીસ આપી અભિપ્રાય મંગાવામાં આવે છે. સ્વચ્છતા અભિયાનના નામે ફોટો સેશન કરાય છે, પરંતુ પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. આખા શહેરમાં કચરાના ઢગલા જોવા મળે છે. આખા શહેરમાં મુકવામાં આવેલ ગ્રીન અને બ્લ્યુ ડસ્ટબીન હવે નજરે પડતા નથી અને સફાઇના બીલો જનરેટ થતા જાય છે. સફાઇ કોન્ટ્રાકટરો અને અધિકારીઓની મીલીભગતથી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk
GSTV