GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

સ્માર્ટ સિટીની સ્માર્ટ પહેલ / હવે વોટ્સએપ દ્વારા કોર્પોરેશનને કરો ફરિયાદ, AMCએ નંબર કર્યો જાહેર

કોર્પોરેશન

અમદાવાદના નાગરિકો હવે પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદો વ્હોટ્સએપ પર પણ કરી શકશે. મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વ્હોટ્સએપ નંબર જારી કર્યો છે. આ નંબર પર વોટ્સએપ મેસેજ કરી નાગરિકો પોતાની ફરિયાદ આસાનીથી નોંધાવી શકશે. શહેરની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ આવે તે માટે મનપાએ આ સુવિધા શરૂ કરી છે.

કોર્પોરેશન

કેવી રીતે ફરિયાદ નોંધાવવી

અમદાવાદ કોર્પોરેશનની હદમાં આવતા રોડ, રસ્તા સહિત અન્ય સમસ્યાઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વોટ્સએપ નંબર 7567855303 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર તમારે વોટ્સએપમાં Hi લખી મેસેજ કરવાનો રહેશે. મેસેજ કર્યા પછી તરત જ વોટ્સએપ ચેટબોટ દ્વારા જવાબ આપવામાં આવશે. જેમાં ભાષાનો વિકલ્પ આપવામાં આવશે. જે પણ ભાષામાં વાત કરવી હોય તેને લખવાની રહેશે. ભાષા લખ્યા બાદ તેમાં ફરિયાદ નોંધાવો, મારી ફરિયાદની સ્થિતિ અને ફરિયાદ ફરીથી ખોલો તેના ઓપ્શન આપવામાં આવશે. તેમાં જે પણ સિલેક્ટ કરવું હોય તેને લખ્યા બાદ તેમાં જે પણ માહિતી માંગવામાં આવે તે આપવાની રહેશે.

જો કોઈ પણ નાગરિક ફરિયાદ નોંધાવવા માંગતો હોય તો તેને ફરિયાદ નોંધાવો લખશે, એટલે સામેથી તેને કયા પ્રકારની ફરિયાદ નોંધાવી છે તેનું આખું લિસ્ટ આપવામાં આવશે. તેમાં રોડ, પાણી, ગટર, કચરા, લાઈટ, આરોગ્ય, રખડતા ઢોર અને બગીચા જેવા ઓપ્શન આપવામાં આવશે. તેમાંથી જે પણ ફરિયાદ હોય તે લખવાની રહેશે. ત્યારબાદ તેમાં તમામ વોર્ડ પૂછવામાં આવશે. નાગરિક જે પણ વોર્ડમાં રહેતો હોય તે વોર્ડ લખવાનો રહેશે. ત્યારબાદ નાગરિકને તેનું નામ સરનામું મોબાઈલ નંબર પૂછવામાં આવશે, જે માહિતી આપવાની રહેશે. આ તમામ માહિતી આપ્યા બાદ તેની ફરિયાદ નોંધાઈ જશે અને તેને ટોકન નંબર આપવામાં આવશે. આ રીતે નાગરિક સરળતાથી માત્ર વોટ્સએપ ઉપર જ પોતાની ફરિયાદ નોંધાવી શકે તેવી સુવિધા આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

તહેવાર ટાણે મેઘ વર્ષા/ સૌરાષ્ટ્રમાં શ્રાવણે શ્રીકાર : બે દિવસમાં 1થી 5 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ડેમ છલકાયા

Bansari Gohel

પેલોસીની યાત્રા પછી ચીનનો તાઈવાન પર વધ્યો આક્રોશ, સ્વતંત્રતા સમર્થક સાત તાઇવાની નેતાઓ પર મૂક્યો પ્રતિબંધ

Binas Saiyed

નશાનો કારોબાર/ મોક્સી કંપનીમાંથી 15 વર્ષ પહેલા પણ ઝડપાયું હતું કરોડોનું ડ્રગ્સ, આંતરરાષ્ટ્રીય પેડલર થઇ ગયો હતો ફરાર

Bansari Gohel
GSTV