GSTV
Home » News » અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને તંત્ર તૈયાર, કોર્પોરેશને સમગ્ર શહેરમાં 60 કુંડ તૈયાર કર્યા

અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને તંત્ર તૈયાર, કોર્પોરેશને સમગ્ર શહેરમાં 60 કુંડ તૈયાર કર્યા

ગણેશ વિસર્જનની હવે ઘડીઓ ગણાય રહી છે..ત્યારે અમદાવાદ કોર્પોરેશન તંત્ર દ્વારા ગણેશ વિસર્જનને લઇને તમામ તૈયારીઓ કરી લીધી છે..જેમાં નાની હોય કે મોટી દરેક પ્રતિમાને કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા કુંડમાં જ વિસર્જીત કરવી પડશે.

  • ગણેશ વિસર્જનની તૈયારી
  • અમદાવાદ કોર્પોરેશન તંત્રએ તૈયાર કર્યા 60 કુંડ
  • આયોજકોને વિસર્જન અંગે અપાઈ સુચના

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નદીમાં ગણેશની પ્રતિમા વિસર્જીત ન થાય તે માટે તકેદારી રાખી રહ્યુ છે. વિસર્જન માટે સમગ્ર અમદાવાદ શહેરમાં 60 કુંડ બનવાયા છે. જેમાં પ્રતિમા વિસર્જન કરવાની રહેશે. મોટી પ્રતિમા માટે પણ કુંડ બનાવાયા છે. ગણેશ ઉત્સવના આયોજકો વિસર્જન કુંડમાં કરે તે માટે તેમજ તેઓને કોર્પોરેશન દ્વારા કરવામા આવેલી તૈયારીઓ અંગે માહીતી આપવા માટે મેયર અને કમીશ્નરની અધ્યક્ષતામાં એક મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ. જેમાં આયોજકને એવી સુચના આપવામા આવી કે વિસર્જન કુંડમા જ કરવુ અને શક્ય હોય તો આયોજન સ્થળે વિસર્જન કરવું.

કુંડ બનાવાની સાથે સાથે અમદાવાદ કોર્પોરેશન દ્વારા અન્ય આયોજન કરવામા આવ્યું છે જેના પર નજર કરીએ તો

વિસર્જન માટે તંત્રની તૈયારી

  • 200 ફાયર જવાનો તૈનાત
  • 2 બોટમાં 8 જવાનો નદીમાં પેટ્રોલિંગ કરશે
  • મોટી પ્રતિમા માટે 15થી વધુ ક્રેનથી કુંડમાં જ કરાશે વિસર્જન
  • 4 જીપ રિવરફ્રંટ નદી કિનારે પેટ્રોલિંગ કરશે
  • વિસર્જન સ્થળે યોગ્ય લાઈટીંગની વ્યવસ્થા

અનંત ચૌદસનાં દિને કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ફાયરના જવાનો  ખડેપગે રહી સેવા આપશે. સ્વયંસેવકો પણ વિસર્જનમાં આવનારાની મદદ કરશે. આમ છતા વિસર્જન દરમિયાન કેટલીક બાબત ધ્યાનમાં રાખવા જેવી છે. જેમ કે,

  • શક્ય હોય તો વિસર્જન રાત્રિ પહેલા કરો
  • બાળકો ખોવાઈ ન જાય કે નદી કિનારે ન જાય તે માટે કાળજી રાખો
  • જાતે પ્રતિમા પધરાવવાનો આગ્રહ ન રાખતા તરવૈયાને આપો
  • રસ્તામાં નાચતા-કુદતી વખતે ટ્રાફિક જામ ન થાય તેની કાળજી રાખો
  • વિસર્જન સ્થળે જરૂર કરતા વધુ સમય ન રોકાવું

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામા આવે છે. છતા જાતે વિસર્જન કરવાની ઘેલછાને કારણે દર વર્ષે વિસર્જનના દિવસે ડુબી જવાની ઘટના બનતી હોય છે. ત્યારે હવે જો ભક્તો થોડી કાળજી રાખે તો આવી અનિચ્છનિય ઘટનાને ટાળી શકાય.

READ ALSO

Related posts

અમદાવાદના અનેક સીસીટીવી કેમેરા શોભાના ગાઠીયા જેવા, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

જુનાગઢ : 109 જેટલા અનુસુચીત જાતિના લોકોને જમીન ખાલી કરવાની નોટીસ પાઠવતા વિરોધ

Nilesh Jethva

આ શહેરમાં માત્ર એક કલાકમાં જ વસુલાયો એક લાખો દંડ, લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!