અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓ અને એન્જિનિયરોમાંથી મોટા ભાગના ભ્રષ્ટાચારમાં જેટલા માહીર છે, AMCના અધિકારીઓ તેટલાં જ હોશિયાર તેમની સ્થાવર અને જંગમ મિલકતોની વિગતો છૂપાવવાની બાબતમાં છે. વર્ગ-1 અને 2ના અધિકારીઓએ દર વર્ષે મ્યુનિ.ની સેન્ટ્રલ ઓફિસમાં તેમણે વર્ષ દરમિયાન કરેલી ખરીદી અને બચતની વિગતો શિસ્ત અને નિમણુકના નિયમો હેઠળ ચોક્કસ ફોર્મ ભરીને જાહેર કરવાની હોય છે.આવા ફોર્મ ભરવામાં કેટલાક ગલ્લા તલ્લા કરતા હોય છે, જ્યારે કેટલાક સાચી વિગતો સિફતપૂર્વક છૂપાવી લેતા હોય છે. આ અંગેની વિગતો એવી છે કે, સેન્ટ્રલ ઓફિસમાં જમા થયેલા ફોર્મની વિગતોની ક્રોસ ચકાસણી કરવાની તેમની પાસે કોઈ ચોક્કસ સિસ્ટીમ જ નથી.

ફોર્મની વિગતોની ક્રોસ ચકાસણી કરવાની તેમની પાસે કોઈ ચોક્કસ સિસ્ટીમ જ નથી
અધિકારીઓએ તેમની રોકડ, બેંકમાં જમા બેલેન્સ, વાહનની ખરીદી, ઘરેણાની ખરીદી, સ્થાવર મિલકત અને જમીનની ખરીદી, શેર અને બોન્ડમાં રોકાણ વગેરે બાબતોની તા. 31-12-2020 સુધીની વિગતો ફોર્મમાં દર્શાવવાની હોય છે. જ્યારેે વર્ગ-3 અને 4ના કર્મચારીઓએ દર વર્ષના બદલે પાંચ વર્ષે વિગતો જાહેર કરવાની હોય છે. વર્ગ-4 સિવાયના અધિકારીઓએ ઑનલાઇન ફોર્મ ભરવાનું હોય છે.

વર્ગ-4 સિવાયના અધિકારીઓએ ઑનલાઇન ફોર્મ ભરવાનું હોય છે
આ અંગે બહાર પડેલા પરિપત્રમાં તા. 28-2-2021 પહેલાં ફોર્મ ભરી દેવા જણાવ્યું છે. જો કે દર વર્ષે આવો પરિપત્ર બહાર પડે છે અને વારંવાર તારીખ લંબાવવી પડે છે. અગાઉના કમિશનરના વખતમાં કડક ઉઘરાણી કરાઈ હતી અને ફોર્મ નહી ભરનારના નામો જે- તે વિભાગમાં જાહેર કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મુદત પૂર્ણ થાય ત્યારે ખરેખર કેટલા અધિકારીઓએ ફોર્મ ભર્યા અને જેમણે નથી ભર્યા તેમની સામે શું પગલા લેવાયા તે બાબતની માહિતી સેન્ટ્રલ ઓફિસ છૂપાવતી હોય છે. કોઈ અધિકારી- એન્જિનિયર સામે એસીબીમાં ફરિયાદ થાય ત્યારે તેની તપાસમાં જ મિલકતોની મોટી માહિતી બહાર આવતી હોય છે. બાકી તો, તમામ તબક્કે છાવરવાની વૃત્તિમાં શિસ્ત અને વર્તણુંકના નિયમો ક્યાંય ખોવાઈ જાય છે.
READ ALSO
- ભાજપના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ગઢમાં કોંગ્રેસે પાડ્યું ગાબડું, મોદી વેવમાં પણ બે તાલુકા પંચાયત નહીં બચાવી શકે
- LIVE: 10 વર્ષ પછી ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો, કોંગ્રેસ હતી ત્યાંની ત્યાં, ધાનાણી અને ભરતસિંહના ગઢમાં ગાબડા
- CM રૂપાણીના ગઢમાં કોંગ્રેસે પ્રથમ બેઠક પર જીત હાંસલ કરી, જાણો કઇ બેઠક પર કોણ થયું વિજેતા
- નગર પાલિકા રિઝલ્ટ/ હાર્દિક પટેલના વતનમાં કોંગ્રેસના ભૂંડા હાલ, ભાજપ આટલી બેઠક પર આગળ
- ઉત્તર ગુજરાત/ નીતિન પટેલનો ગઢ જીત્યા બાદ વધુ બે નગરપાલિકામાં કમળ ખીલ્યુ, જાણો કેટલી બેઠકો સાથે થયો વિજય