GSTV

દિવાતળે અંધારું: શહેરમાં મેલેરિયા ચેકીંગ કરતા તંત્રની કચેરીઓ ખદબદી રહી છે ગંદકીથી, મચ્છરો કરે છે રોજ પાર્ટી

Last Updated on July 31, 2021 by Pritesh Mehta

ચોમાસાની સીઝનમાં સ્માર્ટ સીટી અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. કોર્પોરેશન વિવિધ એકમોનુ ચેકીંગ કરી દંડમાત્મક કાર્યવાહી કરે છે. પરંતુ દીવાતળે અંધારૂ કહેવત મુજબ ખુદ કોર્પોરેશનની કચેરીઓમાં ગંદકી અને મચ્છરો જોવા મળી રહ્યા છે.

ચેકીંગ

એક તરફ, અમદાવાદ કોર્પોરેશનની ટીમ મચ્છરોના બ્રિંડિંગનું ચેકિંગ કરી રહ્યા છે અને જ્યાં ગંદકી, પાણી ભરાયેલા હોય તેમાં મચ્છરોના બ્રિડિંગ મળ્યા તે એકમો સામે દંડનીય કાર્યવાહી કરી. પરંતુ જો તમે કોર્પોરેશનની કચેરીમાં જતા હોવ તો ત્યાં તમારે જાતે જ સાવધાની રાખવી પડે. કેમ કે કોર્પોરેશનને પોતાની જ કચેરીમાં ગંદકી અને મચ્છરોના બ્રિડિંગ દેખાતા નથી. જીએસટીવીએ કોર્પોરેશનની કચેરીમાં રિયાલિટી ચેક કર્યું તો અહીં ગંદકી અને મચ્છરો જોવા મળ્યા. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સોલીડ વેસ્ટ વિવિધ જાહેર સ્થળોની તેમજ અન્ય સફાઇની વાતો કરવામાં આવે છે. પરંતુ કોર્પોરેશનમાં જ દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે.

દાણાપીઠ ખાતે આવેલી આ કચેરીમાં પાછળના ભાગે મોટાપાયે ખુરશી-ટેબલ સહિતનો ભંગાર ભરેલો છે. જ્યાં સ્વચ્છતાનું નામ નિશાન નથી. બાવા અને ધુળ જામેલી છે. અન પાઇપોમાંથી પાણી લીકેજ થઇ રહ્યું છે. જેને કારણે કંપાઉન્ડમાં ભરાયેલા રહેતા પાણી અને કચરામાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે. તો

સૌથી મહત્વની બાબત એ છે કે અગાઉ જ્યાં 155003 નંબરની ફરિયાદ માટે સેન્ટર ઉભું કરાયું હતું તેની સામેના રૂમમાં પાણી ટપકતું રહે છે. અને તેને કારણે અહીં પણ પાણી ભરાયેલુ છે. લાબાં સમયથી ભરાયેલા પાણી અને ભંગારને કારણે રૂમ દુર્ગંધગ્રસ્ત થઈ ગયો છે. આ મુખ્ય કેચેરી છે. મેયર-સ્ટેન્ડીંગ કમીટી ચેરેમેન –હેલ્થ ઓફિસર-સોલીડ વેસ્ટ ડાયરેક્ટર સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ રોજ આ કેમ્પસમાં આવે છે. પરંતુ તેમને આ મચ્છરો કે ગંદકી નહીં દેખાઇ હોય? પશ્ચિમ ઝોનની કચેરીમાં કંઈક આવી જ સ્થિતિ છે. સીટી સિવિક સેન્ટરની પાછળના ભાગમાં મોટાપાયે ગંદકીનું સામ્રાજ્ય છે.

આ કચેરીમા પતરા-પડી ગયેલા, ઝાડ, તુટેલી ખુરશીઓ વગેરેનો વેસ્ટ કેમ્પસના પાછળના ભાગે નાખવામાં આવ્યો છે. જ્યાં પાણી ભરાતા મચ્છરોનું સામ્રાજ્ય સર્જાયુ છે. તો ઇલેક્ટીક ડીપીની નીચે ભોયરમાં મોટા પાયે કચરો ખડકાયો છે. આમ સ્વછતાની વાતો કરતું અને લોકોને મચ્છરોનું બ્રિડિંગ નહીં થવા દેવા સુચના આપતું તંત્ર પોતે જ આ બાબતનું પાલન નથી કરતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!