GSTV

અમદાવાદના દવાખાનામાં આગ લાગી તો દર્દીઓના બચવાના નહિવત ચાન્સ : દાખલ થતાં પહેલાં ચેક કરજો, 900 દવાખાના પાસે ફાયર NOC નથી

અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે બીજી તરફ 900 હોસ્પિટલ-ક્લિનિક, ૫૫૦ રેસ્ટોરાં અને 185 ટયુશન પાસે ફાયર NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) ન હોવાનો જવાબ આપતું સોંગંદનામું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલની બેદરકારીના કારણે અગ્નિકાંડમાં આઠ કોરોના દર્દીઓ સળગીને મૃત્યુ પામવાની ઘટના અંગે રાજ્યભરમાં ફાયર સેફ્ટીની પરિસ્થતિ અંગે ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા સોંગંદનામારૃપે જવાબ રજૂ કરવામાં આવ્યા છે.

રાજ્યભરમાં ફાયર સેફ્ટીની પરિસ્થતિ અંગે ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે કરેલાં સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી છે કે અમદાવાદની તમામ ૧૦૦ ખાનગી અને સરકારી શાળાઓ પાસે ફાયર એન.ઓ.સી. છે. આ ઉપરાંત તમામ ૬૦ મોલ-મલ્ટિપ્લેક્સ,ફટાકડાની તમામ ૩૦૦ દુકાનો, ૮૦ પેટ્રોલ પંપ પાસે ફાયર એન.ઓ.સી. છે. જો કે અમદાવાદના ૨૩૮૫ ટયુશન ક્લાસીસ પૈકી ૨૨૦૦ પાસે જ ફાયર એન.ઓ.સી. છે અને ૧૨૦૦ રેસ્ટોરાંમાંથી ૭૫૦ પાસે જ ફાયર એન.ઓ.સી. છે. હાલ કોર્પોરેશનનો મોટાભાગના સ્ટાફ કોવિડ ડયુટીમાં હોવાથી ફાયર એન.ઓ.સી. અંગે નવી નોટિસો બજાવવાની અને વધુ કાર્યવાહી કરવાની કામગીરી ચાલી રહી નથી. કોવિડની મહમારી શમી ગયા બાદ ફાયર એન.ઓ.સી. વગરી બહુમાળી ઇમારતો સહિતના બાંધકામોને નોટિસ આપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

900 હોસ્પિટલ-ક્લિનિક, ૫૫૦ રેસ્ટોરાં અને 185 ટયુશન પાસે ફાયર એન.ઓ.સી નથી

અમદાવાદ શહેરની હદમાં અત્યારે ૧૫ ફાયર સ્ટેશન કાર્યરત છે અને આગામી દોઢ વર્ષમાં ચાર નવાં સ્ટેશન કાર્યરત થશે. ગત દસથી પંદર વર્ષમાં ફાયર ડિપાર્ટમેન્ટને અપગ્રેડ કરવામાં ૨૭૦ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેથી એ વાત સાચી નથી કે ફાયર વિભાગ સક્ષમ નથી કે તેની પાસે માળખાકીય સુવિધાઓનો અભાવ છે. ફાયર વિભાગ કોઇપણ અનીચ્છનીય બનાવનો સામનો કરવા માટે સજ્જ છે, પરંતુ સમયાંતરે ફાયર એન.ઓ.સી.ના રિન્યુઅલ પ્રત્યે લોકો સજાગ બને તેમજ તે અંગેની સમાજિક અને નૈતિક જવાબદારી સમજે તે જરૃરી છે. આ ઉપરાત શ્રેય હોસ્પિટલની દુર્ઘટના અંગે ફાયર વિભાગે કરેલી કાર્યવાહીની વિગત પણ સોગંદનામામાં આપવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાતમાં ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી એક્ટ વર્ષ ૨૦૧૬થી અમલમાં છે. જેના અંતર્ગત ગાંધીનગરમાં સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના ડિરેક્ટરની કચેરી ૨૦૧૫થી કાર્યરત કરવામાં આવી છે.  આ ઉપરાંત ગાંધીનગક, ગાંધીધામ, સુરત, વડોદરા અને રાજકોટ એમ પાંચ રિજીયોનલ કચેરીઓ પણ કાર્યરત કરવામાં આવી છે. હાલ ૩૨ ડિવીઝનલ ફાયર સેફ્ટી ઓફિસની રચના થઇ રહી છે અને ગાંધીનગરમાં રાજ્ય સ્તરના ફાયર ટ્રેઇનિંગ ઇનસ્ટિટયુટની સ્થાપના કરવમાં આવી છે. ફાયર સેફ્ટીના વિવિધ મુદ્દાઓ અંગે સરકાર પગલાંઓ લઇ રહી છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva

IPL 2020: કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હી કેપિટલ્સને 5 રને હરાવ્યું, નિકોલસ પૂરનની શાનદાર ફિફટી

Nilesh Jethva

ગરબાનો નવો ટ્રેન્ડ: સોસાયટીનો ગેટ બંધ કરો અને અંદર ગરબા કરો, કોરોનાની ઐસીતૈસીમાં શું પોલીસની મૂકસંમતિ?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!