GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

અમદાવાદ કમિશ્નરને છે હજુ આ ભય, 24 કલાકમાં નવા 11 પોઝિટીવ કેસો બહાર આવ્યા

Ahmedabad fire safety

રાજ્યભરમાં અમદાવાદમાં કોરોનાના પોઝીટીવ કેસની સૌથી વધુ સંખ્યા છે ત્યારે હજુ પણ અમદાવાદમાં કેસ વધે તેવી શક્યતા મ્યુનિસિપલ કમિશનરે વ્યકત્ કરી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કોરોનાના કેસ વધતા અટકાવવા માટે લોકડાઉનના ચુસ્ત પાલન પર ખાસ ભાર મુક્યો છે. તેઓએ કહ્યું છે કે, અમદાવાદમાં 24 કલાકમાં 11 પોઝીટીવ કેસ નોધાયા છે અને આ તમામ કેસ મહાપાલિકાએ શોધ્યા છે. જે 11 કેસ નોંધાયા તેમાં 10 કેસ તબલિગી જમાતના છે. અત્યાર સુધી 177 લોકોની ઓળખ કરવામાં આવી છે. અમદાવાદમાં લોકડાઉનના પાલન માટે કેમેરા નેટવર્ક ખૂબ ઉપયોગી નિવડ્યું છે. લોકડાઉનના ચુસ્ત અમલ માટે રાજકીય અને ધાર્મિક નેતાઓ લોકોને ઘરમાં રહેવા સમજાવે તેવી અપીલ કરી છે.

રાજ્યભરમાં અમદાવાદમાં કોરોનાના પોઝીટીવ કેસની સૌથી વધુ સંખ્યા છે. ત્યારે હજુ પણ અમદાવાદમાં કેસ વધે તેવી શક્યતા મ્યુનિસિપલ કમિશનરે વ્યક્ત કરી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કોરોનાના કેસ વધતા અટકાવવા માટે લોકડાઉનના ચુસ્ત પાલન પર ખાસ ભાર મુક્યો છે. તેમણે કહ્યું છે કે, અમદાવાદમાં 24 કલાકમાં 11 પોઝીટીવ કેસ નોંધાયા છે અને આ તમામ કેસ મહાપાલિકાએ શોધ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમં 11 નવા કેસ નોંધાયા છે. આ 11 કેસમાંથી 10 કેસ તબલિગી જમાત સાથે સંકળાયેલા છે. જણાવી દઈએ કે, માર્ચ મહિનામાં 1219 લોકો વિદેશથી પરત ભારત આવ્યા છે. હાલમાં અમે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે કામ કરી રહ્યા છીએ. જેમાં અમે કેમેરા નેટવર્કના કારણે લોકડાઉનનો અસરકાર અમલ કરાવવા માટે કર્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોના વાયરસના કુલ 64 કેસ નોંધાયા છે. જેથી અમદાવાદ હવે કોરોનાને કારણે ક્રિટિલક કન્ડીશનમાં છે.

અત્યાર સુધીમાં 9 જેટલા લોકો સામે ફરીયાદ નોંધાઈ છે. આજના અમદાવાદના તમામ કેસ નગરપાલિકા દ્વારા નોંધવામાં આવ્યો છે. જેમાં 10 કેસ તબલિગી જમાતના કેસ છે. આ બધા જ લોકોએ નિઝામુદ્દીન ખાતે મુલાકાત લઈ પરત ફર્યા છે. જોકે, અત્યાર સુધીમાં 177 લોકોને આઈડેન્ટીફાઈ કરાયા છે. હાલમાં કોઈ ભૂકંપ કે, પૂરની સ્થિતિ નથી, પરંતુ વાયરસની મહામારીને કારણે આપણે કરી રહ્યા છે. તેથી બધા જ લોકોને લોકડાઉનનું પાલન કરવાની વિનંતી કરુ છુ અને લોકોને ઘરમાં રહેવા માટેનો આગ્રહ કરું છું. આપાની તમામ જવાબદારી અમદાવાદ નગરપાલિકાના માથે છે. તેથી જ જો તમને કોઈપણ પ્રકારના લક્ષણ દેખાય તો તરત જ 104 નંબર પર ફોન કરીને જણાવવા માટે વિંનતી કરુ છુ. જેથી આ વાયરસનો વધુ સંક્રમણ કરતા અટકાવી શકાય છે. જોકે, અમદાવાદમાં હજુ પણ કોરોનાના કેસ વધે તેવી શક્યતાઓ રહેલી છે. તેથી જ દરેક લોકોને હું ઘરમાં રહેવા અને પોતાનું ધ્યાન રાખવાની અપીલ કરૂં છું. ઉલ્લેખનીય છે કે, કોઈ વ્યક્તિ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોય તો, તે પોતાની રીતે જ હોમ ક્વોરન્ટાઈન થઈ શકે છે અથવા તો, સરકારને પણ 104 નંબર પર ફોન કરીને જાણ કરી શકે છે. તદ્ઉપરાંત AMCના 6357094245 વોટ્સઅપ નંબર પર જાણ કરી શકો છો.

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

ગુજરાતના 31 જિલ્લાના આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30મી સુધી રહેશે લોકડાઉન, જાણો તમારા ક્યાં વિસ્તારને નહી મળે છુટછાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!