કોરોના રસી માટે એએમસી તંત્રના મહાઅભિયાનનો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો હતો. કોરોનાકાળમાં જેની તીવ્ર માંગ હતી તે પ્રી-કોશન રસીના ડોઝને લેવા લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે શહેરમાં મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર કોર્પોરેશન દ્વારા પ્રિકોશન ડોઝ માટે વેક્સિન આપવામાં આવી રહી છે.

સરકારની જાહેરાત અને મોબાઈલના મેસેજને લઈ ગેરસમજ ઊભી થઈ હતી. તંત્રએ પ્રીકોશન ડોઝ લેવા અર્બન હેલ્થ સેન્ટર પર જવાનો મોબાઈલ પર મેસેજ કર્યો હતો. જો કે, લોકો સીધા અર્બન સેન્ટર પર જતા તંત્રને પોતાની ભૂલ સમજાઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીના મુજબ આ બાબતે અમને જાણ થતાં 11:30 બાદ મેસેજ કરવામાં આવ્યો હતો. જોકે આ મેસેજ ગયા બાદ અર્બન હેલ્થ સેન્ટર ઉપર જે ગેર સમજ ઊભી થઈ હતી તે દૂર થઈ હતી. સરકારના નિયમ પ્રમાણે માત્ર ફ્રન્ટલાઈન, હેલ્થ વર્કસ અને 60 વર્ષથી વધુના લોકોને પ્રિકોશન ડોઝ ફ્રીમાં અપાય છે.
MUST READ:
- મોટા સમાચાર/ ડીઝલના રેટને કાબુમાં રાખવા માટે મોદી સરકારનો મોટો નિર્ણય, જાણશો તો ખુશ થઇ જશો
- Janmashtami 2022/ 400 વર્ષ પછી 8 ખુબ જ શુભ યોગમાં ઉજવાશે જન્માષ્ટમી! જાણો કેટલા વર્ષના થઇ ગયા કૃષ્ણ
- ભગવાન શ્રી કૃષ્ણનો 5249મો પ્રાગટયોત્સવ! ઉત્સાહનું ઘોડાપૂર, ઠેરઠેર શોભાયાત્રા અને મટકી ફોડ સહિત કાર્યક્રમો
- 11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
- ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ