GSTV
Home » News » એએમસીનું ફુલગુલાબી ડ્રાફ્ટ બજેટ : નવા વાયદાઓની ભરમાર, જૂના વાયદાઓ માત્ર કાગળ પર

એએમસીનું ફુલગુલાબી ડ્રાફ્ટ બજેટ : નવા વાયદાઓની ભરમાર, જૂના વાયદાઓ માત્ર કાગળ પર

એએમસીએ ફુલગુલાબી ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. પણ વાસ્તવિક્તા એ છે કે, 2019-20નાં વાયદા પૂરા કરી શકાયા નથી. ત્યાં નવા વાયદાઓની ભરમાર આવી પડી છે. એએમસીના વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં કરાયેલા વાયદાઓ પૈકી મોટાભાગના વાયદા પૂર્ણ થઇ શક્યા નથી. સ્ટ્રીટ લાઇટના નંબર પ્રમાણે એડ્રેસ વેરિફિકેશન સિસ્ટમ બનાવવાનું નક્કી કરાયું હતુ. પણ તેમાં કોઇપણ પ્રકારની પ્રોગ્રેસ થઇ નથી. શહેરમાં ૩ હજાર ૨૦ જગ્યા ઉપર ૧૯ હજાર ૨૩૦ રિક્ષા સ્ટેન્ડ બનાવવાની વાત કાગળ ઉપર રહી છે.

કાગળ પર કામગીરી

  • શહેરમાં ૩૦૨૦ જગ્યા પર ૧૯,૨૩૦ રીક્ષા સ્ટેન્ડ
  • ચીમનભાઇ પટેલ બ્રિજની બીજી પાંખ ઉતારવાનું કામ
  • પાલડી જંકશન થ્રી લેયર ફ્લાય ઓવર
  • નારણપુરા પલ્લવ ચાર રસ્તા ફ્લાય ઓવર
  • સતાધાર ચાર રસ્તા ફ્લાય ઓવર
  • ઓમનગર રેલવે ઓવરબ્રિ્ાજ
  • શહેરને રેલવે ક્રોસિંગ મુક્ત કરવું
  • હેરિટેજના કામ
  • ટુરીઝમ મેનેજમેન્ટનો પ્લાન
  • રિવરફ્રન્ટ પર હેરિટેજ ગાર્ડન

ચીમનભાઇ પટેલ બ્રિજની નવી પાંખ ઉતારવાનું કામ, પાલડી જંકશન થ્રી લેયર ફ્લાયઓવર, નારણપુરા પલ્લવ ચાર રસ્તા ફ્લાયઓવર, સત્તાધાર ચાર રસ્તા ફ્લાયઓવર, ઓમનગર રેલવે ઓવર બ્રિજ હજુ કાગળ ઉપર પણ આગળ વધ્યા નથી. શહેરને રેલવે ક્રોસિંગ મુક્ત કરવાની વાત થઇ હતી. જેમાં નવા ૧૦ અંડરપાસ બનાવવાની વાત હજુ મંથરગતિએ આગળ વધી રહી છે. આ ઉપરાંત શહેરને હેરિટેજ સિટીનું ટેગ મળ્યા બાદ હેરિટેજના કામો પણ ટલ્લે ચઢેલા છે. ટૂરિઝમ મેનેજમેન્ટ પ્લાન બન્યો નથી. હેરિટેજ મ્યુઝિયમનું કામ આગળ વધ્યું નથી. રિવરફ્રન્ટ ઉપર હેરિટેજ ગાર્ડનના ઠેકાણા પડયા નથી. આ બધી ગ્રાઉન્ડ રિયાલિટી છે અને તેને નજરઅંદાજ કરી શકાય એમ નથી.

READ ALSO

Related posts

દિલ્હીમાં હિંસા વચ્ચે મુસ્લિમ ભાઈઓએ કરાવ્યા હિંદુ બહેનના ધામધુમથી લગ્ન, જાણો વિગતે

Ankita Trada

કોંગ્રેસ ક્યા રાજધર્મની વાત કરે છે, ‘આર યા પાર’ની વાત કરવાવાળા અમને ન શિખવાડો

Pravin Makwana

દિલ્હીમાં હિંસા વચ્ચે માનવતાની મહેક, આ કારણે મુસ્લિમોએ એક પૂજારીને ઘર છોડતા અટકાવ્યા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!