GSTV
Gujarat Government Advertisement

વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને AMCનો મહત્વપૂર્ણ નિર્ણય

redmisver injection

Last Updated on April 15, 2021 by Dhruv Brahmbhatt

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાત્રતા ધરાવતા કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે AMC એ એક મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદની કોઇ પણ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓને આ ઇન્જેક્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રેમડેસિવિર

અત્યાર સુધી RTPCR પોઝિટિવ દર્દીને જ ઇંજેકશન મળતા હતાં. જો કે હવે રેપીડ એન્ટિજન પોઝિટિવ અને એચઆરસિટી દર્દીને પણ રેમડેસિવિર ઇન્જેક્શન મળશે. તમામ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ, ડેડિકેટેડ કોવિડ આરોગ્ય કેન્દ્ર અને કોવિડ કેર સેન્ટરને ડોર સ્ટોપ ડિલિવરી મળશે.

એએનએચએ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા બધા હોમ આઈસોલેટેડ દર્દીને પણ રેમડેસિવિર ઈન્જેક્શન મળશે. એ માટે માન્ય સી-ફોર્મ ધરાવતી, તમામ ખાનગી હોસ્પિટલને remdesivir.tossilamc@gmail.com ઈમેઈલ આઈડી પર જરૂરી દસ્તાવેજો મોકલવાના રહેશે.

હોસ્પિટલોએ નીચે મુજબના ફોર્મેટમાં જરૂરી દસ્તાવેજો મોકલવાના રહેશે…

  • સી-ફોર્મની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલી કોપી.
  • જણાવેલા ફોર્મેટમાં દરેક દર્દીઓની RTPCR રિપોર્ટની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલી કોપી.
  • ઇન્જેક્શન લેવા આવનાર વ્યક્તિના ઓળખ કાર્ડની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલી કોપી.
  • ઇન્જેક્શન લેવા આવનાર વ્યક્તિના ઓળખ કાર્ડની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કોપી.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Pravin Makwana

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!