GSTV
Gujarat Government Advertisement

કામનું / શું મ્યુનિ. તંત્ર સંચાલિત હોસ્પિટલમાં ખાલી બેડ અંગે માહિતી જોઈએ છે! તો ડાયલ કરો આ નંબર અને મેળવો તમામ વિગત

Last Updated on May 7, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં હવે ધીરે-ધીરે કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. ત્યારે હવે કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. એવી સ્થિતિમાં હજુ પણ કોરોનાના દર્દીઓના સગાંઓને કઇ હોસ્પિટલમાં કેટલાં બેડ ખાલી છે તે અંગે હજુ પણ મૂંઝવણ રહેલી હોય છે. ત્યારે તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈ હાઈકોર્ટ દ્વારા સુઓમોટો રીટ હાથ ધરવામાં આવી હતી. આ રીટમાં રાજ્ય સરકાર સહિત અમદાવાદ કોર્પોરેશનને વિવિધ વિગતો અને દિશા નિર્દેશોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેથી હાઇકોર્ટના આદેશ બાદ AMC એ પોતાની વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર ડેટા અપલોડ કરવાના રહેશે અને તેના આધારે જ દર્દી વિગતો મેળવી શકશે.

ધન્વંતરિ હોસ્પિટલની વિગતો માટે 6357-374805 નંબર પર કૉલ કરો

આ સાથે જ ધન્વંતરિ હોસ્પિટલની વિગતો માટે 6357-374805 નંબર પણ આપવામાં આવ્યો છે કે જેના આધારે દર્દીના સગાંઓ તેની વિગતો મેળવી શકશે. મહત્વનું છે કે, શહેરનાં દર્દીઓ માટે રિઅલ ટાઈમ બેડ ડેટા ક્યારેય ઉપલબ્ધ ન હતો થતો અને તેને લઈને દર્દીઓ તેમજ તેના સગાંઓને ઘણી તકલીફ પડતી હતી.

અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ ધીરે-ધીરે સુધરી રહી છે છતાં કોરોનાની ત્રીજી લહેરને લઇને નિષ્ણાંતોએ આપેલી ચેતવણી બાદ હજુ પણ લોકોમાં ભયનો માહોલ છે. એવામાં શહેરમાં કોરોનાની સારવાર કરતી 171 ખાનગી હોસ્પિટલો અને 42 કોવિડ કેર સેન્ટરમાં ગઇ કાલની સ્થિતિએ 14 ઓક્સિજન બેડ ખાલી છે જ્યારે વેન્ટિલેટર એક પણ ઉપલબ્ધ નથી. નોંધનીય છે કે, કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓનાં સગાંઓ દર્દીને દાખલ કરવા માટે હોસ્પિટલના બેડ શોધવામાં આમથી તેમ દોડાદોડી કરતા હોય છે છતાં અંતે તો તેઓને નિરાશા જ સાંપડે છે. જેથી હાઇકોર્ટના આદેશ બાદ હવે AMC પોતાની વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર ડેટા અપલોડ કરશે અને ધન્વંતરિ હોસ્પિટલની વિગતો માટે 6357-374805 નંબર પણ આપ્યો છે કે જેના આધારે દર્દીઓના સગાં તેની વિગતો મેળવી શકશે.

અત્રે નોંધનીય છે કે, શહેરની ખાનગી હોસ્પિટલો, કોવિડ સેન્ટર તથા ડેડિકેટેડ કોવિડ સેન્ટરોમાં પ્રાઈવેટ તથા AMC ક્વોટાના 12260 બેડમાંથી 2578 બેડ ખાલી છે જેમાં 505 બેડ ખાનગી હોસ્પિટલમાં ખાલી છે. ખાનગી હોસ્પિટલોમાં AMC તેમજ પ્રાઈવેટ ક્વોટાના થઈને આઈસોલેશનના 342, HDUના 153 બેડ તથા 10 ઓક્સિજન બેડ ખાલી છે અને વેન્ટિલેટર એક પણ ખાલી નથી.

AHNAની વેબસાઈટ મુજબ અમદાવાદની AMC દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 171 ખાનગી હોસ્પિટલમાં પ્રાઈવેટ ક્વોટાના 6210 તથા AMC ક્વોટાના 899 બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં 2139, HDUમાં 2891, ICUમાં 1105 અને ICU વિથ વેન્ટિલેટર પર 469 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

આજ રોજ કોરોનાના નોંધાયા નવા 12,064 કેસ

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં હવે ધીરે-ધીરે કોરોનાના કેસ ઘટી રહ્યાં છે તો બીજી બાજુ હવે મોતની સંખ્યામાં પણ ધીરે-ધીરે ઘટાડો થઇ રહ્યો છે. તો હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઇનમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. એવી સ્થિતિમાં રાજ્યમાં આજ રોજ છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના નવા 12,064 કેસ નોંધાયા છે જ્યારે 119 દર્દીઓનાં મોત નિપજ્યાં છે તો બીજી બાજુ રાજ્યમાં આજે 13,085 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યના 4 મહાનગરોની સ્થિતિ પર નજર કરીએ તો આજ રોજ નોંધાયેલા નવા કેસોમાં રાજ્યમાં અમદાવાદમાં 3837 કેસ, સુરતમાં 1209 કેસ, વડોદરામાં 1039 કેસ તો જામનગરમાં 726, મહેસાણામાં 497 કેસ અને રાજકોટમાં 496 કેસ નોંધાયા છે. એટલે કે, રાજકોટની પરિસ્થિતિ વધુ પ્રમાણમાં સુધરેલી જોવા મળી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

અમદાવાદ રેલવે પોલીસને મળી મોટી સફળતા, 65 લાખના મોબાઇલ, બિયર સાથે બેની ધરપકડ કરી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!