GSTV
Ahmedabad ગુજરાત

AMC જોતું રહી ગયું! ગાંધીઆશ્રમના ૧૨૦૦ કરોડના ડેવલપમેન્ટ પ્રોજેકટમાંથી તંત્રની સદંતર બાદબાકી, તમામ નિર્ણય એકઝીકયુટીવ કાઉન્સીલ લેશે

અમદાવાદના ઐતિહાસિક ગાંધીઆશ્રમના ૧૨૦૦ કરોડના ડેવલપમેન્ટ પ્રોજેકટમાંથી (AMC) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સદંતર બાદબાકી કરાઈ છે.પ્રોજેકટ પૈકી રુપિયા ૨૭૫ કરોડના ખર્ચથી મ્યુનિ.તંત્રને રોડ,પાણી અને ગટરની સુવિધા સહિતની કામગીરી કરવાની હતી.મ્યુનિ.ને કરવાના કામોમાં જરુરી ફેરફાર કરવા કે સૈધ્ધાંતિક અને નાણાંકીય નિર્ણય લેવાની સત્તા ગાંધીઆશ્રમ મેમોરીયલ ટ્રસ્ટની એકઝીકયુટીવ કાઉન્સીલના ચેરમેનને સોંપવાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં મંજૂર કરાઈ છે.ટ્રસ્ટની એકઝીકયુટીવ કાઉન્સીલના ચેરમેન તરીકે રાજય સરકારે કે.કૈલાસનાથનની નિમણૂંક કરી છે.

શહેરના ગાંધીઆશ્રમને રુપિયા ૧૨૦૦ કરોડના ખર્ચથી ડેવલપ કરવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.ડેવલપમેન્ટ પ્રોજેકટમાં નકકી થયા મુજબ,રુપિયા ૨૭૫ કરોડના ખર્ચથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ ઉપરાંત પાણી અને ગટર સહિતની સુવિધાના કામ હાથ ધરવાના હતા.બાકીનો ખર્ચ રાજય સરકાર તરફથી કરવામાં આવનાર હતો.પ્રોજેકટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રતિનિધિ તરીકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે.પટેલની નિમણૂંક કરવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત મંજૂર કરતા હવે સાબરમતી ગાંધીઆશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેકટમાં   પ્લાનિંગમાં થતા ફેરફારો,ભવિષ્યમાં સ્થળ સ્થિતિ મુજબ થનારા ફેરફારો તેમજ મંજૂર થયેલ પ્લાનિંગ સિવાય વધારાની કરાવવાની કામગીરીની વહીવટી ,સૈધ્ધાંતિક કે નાણાંકીય મંજૂરી આપવાની સત્તા  ગાંધીઆશ્રમ મેમોરીયલ ટ્રસ્ટની એકઝીકયુટીવ કાઉન્સીલના ચેરમેન હસ્તક કરાઈ છે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હીતેશ બારોટના કહેવા મુજબ,અત્યારસુધી આ કામગીરી માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મંજૂરી અપાતી હતી.પરંતુ આ મંજૂરી આપવામાં સરકારથી મ્યુનિ.કમિશનર અને કમિશનરથી ફરી રાજય સરકાર સમક્ષ જવામા ઘણો સમય વ્યતીત થતો હતો.હવે તમામ સત્તા એકઝીકયુટીવ કાઉન્સીલના ચેરમેનને આપવામા આવી હોવાથી તમામ નિર્ણય કાઉન્સીલના ચેરમેન દ્વારા જ કરવામા આવશે.

READ ALSO

Related posts

BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ

Nakulsinh Gohil

વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો

Hardik Hingu

RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત

Nakulsinh Gohil
GSTV