અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની AMC ચૂંટણીની આગામી ચાર કે પાંચ દિવસમાં જ વિધીવત જાહેરાત થનાર છે. મતદાન ફેબુ્રઆરીના ત્રીજા સપ્તાહમાં હશે. કોર્પોરેટરોને તેમના પ્રચાર માટે માત્ર ત્રણ સપ્તાહ જેટલો જ ટૂંકો સમયગાળો મળનાર છે. બીજી તરફ ભાજપના હમણાના જ 140 કોર્પોરેટરોમાંથી 45થી 50 ટકાને જુદાં જુદાં કારણોસર પડતા મુકવામાં આવશે તેવી સંભાવના હોવાથી સૌ પોતપોતાની ખુરશી સાચવવાની વેતરણમાં પડયા છે. પક્ષમાં પોતાની અગત્યતા સિદ્ધ કરવા નેતાઓની ઓફિસોના પગથીયાં ઘસવા માંડયા છે.

પક્ષમાં પોતાની અગત્યતા સિદ્ધ કરવા નેતાઓની ઓફિસોના પગથીયાં ઘસવા માંડયા
સરકારે સુપ્રિમ કોર્ટમાં ૨8મી ફેબુ્રઆરી સુધીમાં તમામ ચૂંટણીઓ પુરી કરી દેવા બાંયેધરી આપેલી છે. જેના સંદર્ભમાં ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલાં તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગર વગેરે 6 મ્યુનિ. કોર્પોરેશનો અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે. જ્યારે બીજા તબક્કામાં તાલુકા અને જીલ્લા પંચાયતોની ચૂંટણીઓ યોજાશે.

જ્યારે બીજા તબક્કામાં તાલુકા અને જીલ્લા પંચાયતોની ચૂંટણીઓ યોજાશે
પરિમાણ 1લી કે ૨જી માર્ચના રોજ જાહેર થવાની શક્યતા છે.દરમ્યાનમાં અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોના હપ્તા ઉઘરાવાથી લઈને જુદાં જુદાં સ્તરે ભ્રષ્ટાચારમાં નામ ગાજેલું છે, તેવા કોર્પોરેટરો કપાશે તેમ માનવામાં આવે છે. મધ્યઝોનના કેટલાંક કોર્પોરેટરોની હપ્તાખોરીથી તો હાઈકમાન્ડ પણ વાકેફ હોવાનું કહેવાય છે. આ કોર્પોરેટરોએ તેમની મોનોપોલી ઉભી કરી દીધી છે અને અમારા સિવાય કોઈ નહીં ચૂંટાય તેવી હવા ઉભી કરવા માંડયા છે. આ ઉપરાંત જે મહિલા કોર્પોરેટર પોતે નિષ્ક્રીય છે અને તેમના પતિ ‘વહીવટ’ કરી રહ્યાં છે, જેને મ્યુનિ.માં સીપી (કોર્પોરેટર પતિ) તરીકે ઓળખવામાં આવે છે. તેઓના નામ પર પણ કાતર ફરશે. 41 બેઠકો અનામત જાહેર થઈ છે ત્યાં પણ મોટી અસર થશે તે નક્કી છે.

ચૂંટણીના જાહેરનામાની સાથે જ એ બાબત પણ સ્પષ્ટ થઈ જશે કે નવી ટર્મમાં કઈ જ્ઞાાતિ કે જાતિના મેયર હશે. મેયરપદ માટે અનામત બેઠક આવવાની વકી છે. બીજી તરફ અન્ય શહેરોમાં શહેર પ્રમુખ બદલાયા છે. અમદાવાદમાં બદલાશે કે નહીં તે પ્રશ્ન વચ્ચે કેટલાંક નામો પણ ચર્ચાતા થયા છે.
દરમ્યાનમાં કોંગ્રેસમાં આક્રમતા ક્યાંય દેખાતી નથી. જોકે અંદરખાને ઉમેદવારોની તૈયારી શરૂ કરી દીધાનું જાણવા મળે છે. આ વખતે પહેલી વખત આપ પાર્ટીના અને ઓવૈશીની પાર્ટીના ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણીમાં ઉભા રહેવાના હોવાથી ચોક્કસ બેઠકો પર રસાકસી વધશે તે નક્કી છે.
READ ALSO
- સલાહો છૂટી/ સુરતમાં પ્રવેશવાના 72 કલાક પહેલાં લોકો કોરોના ટેસ્ટિંગ કરાવે, કોરોનાનો ફફડાટ વધ્યો
- ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ
- અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો
- Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો
- ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ : કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં, આલિયા ભટ્ટનો દમદાર અવતાર