અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આર્થિક રીતે નબળાવર્ગના લાભાર્થીઓ માટે આવાસ બંધાવી ડ્રો કરી ફાળવ્યા છે.અંદાજે ૮૦૦થી વધુ લાભાર્થીઓએ આવાસ મળ્યા બાદ તેમના મકાન ભાડે આપી દીધા છે.આ તમામ આવાસ નિયમથી વિરુધ્ધ જઈ ભાડે અપાયા હોવાથી ખાલી કરાવવા માટે હાઉસીંગ કમિટીએ વારંવાર એસ્ટેટ વિભાગને તાકીદ કરી છે.આમ છતાં એસ્ટેટ વિભાગે આવાસો ખાલી કરાવવાના બદલે માત્ર નોટિસ આપી છે.એસ્ટેટ વિભાગ હાઉસિંગ કમિટીમાં અપાયેલી સુચનાનો અમલ નહીં કરતુ હોવાની ભાજપના હાઉસિંગ કમિટીના ચેરમેને મ્યુનિ.કમિશનરને લેખિત રજુઆત કરી છે.

હાઉસીંગ કમિટી સમક્ષ શહેરના જુદા જુદા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બનાવવામાં આવેલાઈ.ડબ્લ્યૂ એસ. આવાસ યોજનાના મકાન ડ્રો કરી લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા બાદ કેટલાક લાભાર્થીઓ તેમને ફાળવવામા આવતા આવાસમાં રહેવા જવાના બદલે ભાડેથી આપી દેતા હોવાની રજુઆત કરવામાં આવી હતી.બાદમાં કમિટીના ચેરમેન અશ્વિન પેથાણીએ સાત ઝોનના વિવિધ વિસ્તારોમાં આવાસ યોજના હેઠળ જેટલા પણ આવાસોની ફાળવણી કરવામાં આવી હોય એની તપાસ કરી મકાનમાલિકોને નોટિસ ફટકારી ભાડુઆતો પાસેથી આવાસ ખાલી કરાવવા એસ્ટેટ વિભાગને સુચના આપી હતી.
એસ્ટેટ વિભાગે સાત ઝોનમાં આવેલી વિવિધ આવાસ યોજનામાં આ પ્રકારે આવાસ મેળવ્યા બાદ ભાડેથી આપી દેનારા ૮૦૦થી વધુ લાભાર્થીઓને નોટિસ આપી આવાસ ખાલી કરાવવા કોઈ કાર્યવાહી હાથ નહીં ધરતા મ્યુનિસિપલ કમિશનરને આવાસ યોજનામાં ભાડે આપવામાં આવેલા મકાનો કે જેમાં નોટિસ અપાઈ હોય એમાં તેમાં સત્વરે એસ્ટેટ વિભાગ પાસેથી કાર્યવાહી કરવા રજુઆત કરી છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો