GSTV
Ahmedabad Trending ગુજરાત

AMCની ચૂંટણી/ મેદાને ઉતારવા મૂરતિયા પસંદ કરવા કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીને ભરશિયાળે વળ્યો પરસેવો

કોંગ્રેસ

અમદાવાદ મહાનગરપાલિકામાં (AMC) ચૂંટણી મેદાને ઉતારવા મૂરતિયા પસંદ કરવા કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીને ભરશિયાળે પરસેવો વળ્યો છે. ટિકિટનો કકળાટ એટલી હદે વકર્યો છેકે, આજે કોંગ્રેસ અમદાવાદ શહેરમાં માત્ર પશ્ચિમ વિસ્તારના 10 વોર્ડના 38 ઉમેદવારો જ જાહેર કર્યાં હતાં. ઉલ્લેખનીય છેકે, આ બઘાય વોર્ડ ભાજપના ગઢ સમાન છે.ટિકિટના કકળાટને લીધે કોંગ્રેસના ગઢ સમાન કોટ-પૂર્વ વિસ્તારમાં એકેય ઉમેદવારના નામ જાહેર કરાયા નથી.

ભાજપ

ટિકિટના કકળાટને લીધે નેતાગીરી પણ ગૂંચમાં

અમદાવાદ મ્યુનિસિપલકોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ નેતાઓ ઉપરાંત ધારાસભ્યોની અંદરોઅંદરની ખેંચતાણને લીધે ટિકિટના ડખાં થયા છે. કોંગ્રેસે આજે બીજી યાદી જાહેર કરી હતી જેમાં અમદાવાદ શહેરના 10 વોર્ડના 38 ઉમેદવારોના નામ જ જાહેર કર્યા હતાં. કોંગ્રેસે આજે પશ્ચિમ વિસ્તારમાં ગોતા , ચાંદલોડિયા , રાણિપ, વાસણા , ઘાટલોડિયા , વાડજ,થલતેજ,નવરંગપુરા વોર્ડના ઉમેદવારોની નામની ઘોષણા કરી હતી. આ બેઠકો પર તો કોંગ્રેસને ઉમેદવારોના ફાંફા હતાં ત્યારે બિનવિવાદાસ્પદ બેઠકોના ઉમેદવારો પ્રથમ તબક્કામાં જાહેર કરી દેવામાં આવ્યાં છે.

કોંગ્રેસને ઉમેદવારોના ફાંફા હતાં ત્યારે બિનવિવાદાસ્પદ બેઠકોના ઉમેદવારો પ્રથમ તબક્કામાં જાહેર કરી દેવામાં આવ્યાં

ટિકિટના મુદ્દે કોંગ્રેસમાં આંતરિક કકળાટ ચરમસિમાએ પહોચ્યો છે. સૂત્રોનું કહેવુ છેકે, બહેરામપુરા, દાણિલિમડા, મકતમપુરા, રખિયા, શાહપુર,દરિયાપુર, જમાલપુર,બાપુનગર અને ગોમતીપુરમાં ઉમેદવારોની પેનલને આખરી પસંદગી કરી લેવાઇ છે પણ બળવાના ભયથી કોંગ્રેસ તા.6ઠ્ઠી ફેબુ્રઆરીએ વહેલી સવારે ઉમેદવારોને ટેલિફોનની જાણ કરી સીધા જ મેન્ડેટ જ આપશે.

આ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે નહીં. અત્યારે તો ખાસ કરીને કોંગ્રેસના ગઢ સમાન કોટ વિસ્તાર અને પૂર્વ વિસ્તારમાં ટિકીટ માટે દાવેદારોએ એડીચોટીનુ જોર લગાવ્યુ છે ત્યારે કોંગ્રેસે થોભો અને રાહ જુઓની નીતિ અપવાની છે.

READ ALSO

Related posts

રાજકારણ / ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો રહેશે છવાયેલો, AAPની એન્ટ્રીથી જામશે ખરાખરીનો જંગ

Hardik Hingu

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk

વલસાડનું અસલી ઘરેણું / નરેશભાઈ નાયકે 8 વર્ષમાં 75 હજાર કિ.મી ફેરવી સાયકલ, 103થી વધુ જીત્યા મેડલ

Hardik Hingu
GSTV