GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

કોરોના મહામારીના કાળમાં પણ ચૂંટણી માટે ધન સંચય કરવાનો ભાજપના સત્તાધીશોનો કારશો

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોએ કોરોના મહામારીના કાળમાં પણ ચૂંટણી માટે ધન સંચય કરવાનો કાર્યક્રમ ગોઠવ્યો હોવાના વિપક્ષે આક્ષેપ કર્યા છે. વિપક્ષના આક્ષેપ મુજબ અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશને નાણાંકિય જવાબદારી ઓછી કરવા માટે ટેન્ડરના ક્લોઝ મેજરની શરતનો ઉપયોગ કરી ૧,૦૦૦ કરોડથી ૧૨૦૦ કરોડના વિકાસના કામો સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. પણ એએમસીના સત્તાધીશોએ કયા વિકાસના કામો સ્થગિત કરાયા તેનો ઉલ્લેખ કરવાની જાણ નથી કરી રહ્યું. ત્યારે આ જાહેરાત ન કરી હોવાથી ભાજપના સત્તાધીશો ધન સંચયનો કાર્યક્રમ શરૂ કર્યો હોય તેવા આક્ષેપ વિપક્ષે કર્યા છે.

વિપક્ષના સવાલ

  • સાબમરતી રિવરફ્રન્ટના ફેઝ-૨ના ૮૫૦ કરોડના પ્રોજેક્ટના કામ સ્થગિત કરવામાં કેમ રસ નથી?
  • કોતરપુર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટની બાજુમાં ૧૦૩ કરોડના એસટીપી પ્લાન્ટનો પ્રોજેક્ટ રદ કેમ નથી કરાતો?
  • આસપાસ ડ્રેનેજ નેટવર્ક નથી છતાં એસટીપી પ્લાન્ટ કેમ ઊભો કરાઈ રહ્યો છે?
  • ઝોન લેવલથી રોડના કામ મંજૂર થઈ રહ્યાં છે તો પછી ૫૦૦ કરોડનું ટેન્ડર કેમ લટકાવી રાખ્યું છે?
  • પશ્ચિમ વિસ્તારના ત્રણ મલ્ટીલેવલ પાર્કિગ રદ કરાયા
  • જમાલપુર ફાયર સ્ટેશનમાં ૭૦ કરોડના ખચર્ે મલ્ટીલેવલ પાર્કિગનું કામ કેમ રદ નથી કરાતું?
  • વોટર મીટરની ખરીદીનું કરોડો રૂપિયાનું ટેન્ડર કેમ રદ નથી કરાતું?
  • ૧૦૦ કરોડથી વધુની કિંમતના પાઈપ ખરીદીનું ટેન્ડર કેમ રદ નથી કરાતું?

કોર્પોરેશન દ્વારા સબસીડી વિનાની 300 ઈ બસનો પ્રોજેક્ટ સ્થગિત કર્યો છે. હાલની કોરોનાની પરિસ્થિતિને જોતા BRTSની સબસીડીવાળી કે સબસીડી વિનાની મળી કુલ 600 ઈ બસ શિડ્યુલમાં મૂકી શકે તેમ નથી. હાલમાં બીઆરટીએસમાં માંડ 115 બસો દોડી રહી છે. આવી સ્થિતિ એએમટીએસની પણ છે તો શું કરવા એએમટીએસની 300 બસો ખરીદવામાં આવી રહી છે. આ પ્રોજેકટ રદ કેમ નથી કરાયો તેવા સવાલો વિપક્ષ કરી રહ્યું છે.

READ ALSO

Related posts

અયોધ્યામાં ભૂમિપૂજનનું મુહૂર્ત બતાવનાર પૂજારીએ મળી ધમકી, કાર્યક્રમમાં સામેલ ન થવાની આપી ચેતવણી

Pravin Makwana

રક્ષાબંધનના દિવસે સાબરકાંઠા પોલીસની આ કામગીરી જોઈ લોકો ચોંકી ગયા

Nilesh Jethva

સુશાંત સિંહના પિતાએ આ તારીખે જ મુંબઈ પોલીસને કહ્યું હતું કે, મારા પુત્રના જીવને છે જોખમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!