GSTV
Ahmedabad Trending ગુજરાત

અમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં

વિકાસ

મ્યુનિ.તંત્ર દ્વારા રીવરફ્રન્ટ પર બાયોડાયવર્સિટી સહીતના પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા છે.રીવરફ્રન્ટના વિકાસ અંગે કરવામાં આવતા તંત્રના દાવાની વચ્ચે ઝીપલાઈન,ક્રૂઝ બોટ સહીતના પ્રોજેકટો બંધ હાલતમાં છે.તો એમ્ફીબીયસ બસ અને ફલોટીંગ રેસ્ટોરા જેવા પ્રોજેકટોને તંત્રે અભેરાઈ ઉપર મુકી દીધા છે.

રીવરફ્રન્ટ ફેઝ-ટુની કામગીરી સહીત રીવરફ્રન્ટના વિકાસના ગુણગાન તંત્ર અને મ્યુનિ.ના સત્તાધીશો દ્વારા ગાવામાં આવી રહ્યા છે.પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે,તંત્રના અધિકારીઓ અને મ્યુનિ.ના સત્તાધારી પક્ષ દ્વારા રીવરફ્રન્ટને લઈ શહેરીજનોને બતાવવામાં આવેલા સપના માત્ર કાગળ ઉપર રહેવા પામ્યા છે.

સી-પ્લેન સેવા પણ બંધ કરી દેવામાં આવી

વર્ષ-૨૦૧૫માં મ્યુનિ.દ્વારા એન.આઈ.ડી.ના પાછળના ભાગમાં ઝીપલાઈન શરૃ કરવામાં આવી હતી. દોરડાની મદદથી એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે રૃપિયા ૩૦૦થી ૪૦૦ વસુલવામાં આવતા હતા. સી-પ્લેનના સંચાલનમાં આ પ્રવૃત્તિ અવરોધરૃપ બનતા તેને બંધ કરવામાં આવી છે.આ પ્રકારે ક્રૂઝ બોટ સર્વિસ પણ બંધ હાલતમાં છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧ ઓકટોબરે અમદાવાદ-કેવડીયા વચ્ચે સી-પ્લેન સેવા શરૃ કરાવી હતી એને પણ બંધ કરી દેવામાં આવી છે.

સી પ્લેન

રીવરફ્રન્ટ માટે પી.પી.પી.ધોરણે પાણીમાં ચાલતી એમ્ફીબીયસ બસ રૃપિયા ૨૫ લાખનો ખર્ચ કરી ચીનથી લાવવામાં આવી હતી.જેમાં ટેકનીકલ ખામીના કારણે પરત મોકલી દેવામાં આવતા પ્રોજેકટનું બાળમરણ થયુ હતું.રીવરફ્રન્ટ ઉપર લંડન આઈ પ્રોજેકટને રીવરફ્રન્ટ ઉપર ૨૦ હજાર ચોરસમીટર જમીન ઉપર શરૃ કરવાની જાહેરાત માત્ર કાગળ ઉપર રહેવા પામી છે.વિદેશમાં જોવા મળતી ફલોટીંગ રેસ્ટોરા પીપીપી ધોરણે વર્ષોથી શરુકરવાની જાહેરાત કરવામાં આવે છે પણ એનો અમલ થઈ શકતો નથી.

Read Also

Related posts

ગુજરાત વિધાનસભા ચૂંટણી : પ્રદેશ કોંગ્રેસની મહેસાણામાં ચૂંટણીલક્ષી બેઠક, ઈલેક્શનને લઇને ઘડવામાં આવી આગામી રણનીતિ

GSTV Web Desk

કફોડી સ્થિતિ/ મોંઘવારીએ માઝા મૂકતા ઘરનું માસિક બજેટ 10% વધ્યુ, મધ્યમવર્ગ ભરાયો

Zainul Ansari

ગુજરાત વિધાનસભા ચૂંટણી : ભાજપ ઈલેક્શન મોડમાં, કમલમ ખાતે મળી મહત્વની કારોબારી બેઠક

GSTV Web Desk
GSTV