GSTV

સાબરમતી કેમ પ્રદૂષિત? AMC સામે હાઈકોર્ટની લાલ આંખ, પગલાં લો છો તો પ્રદૂષણ ફેલાવતા એકમો કેમ બેફામ!

Last Updated on October 25, 2021 by pratik shah

સાબરમતીમાં પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી છોડવાના માલે અમદાવાદ કોર્પોરેશન સામે ગુજરાત હાઇકોર્ટે ફરી લાલ આંખ કરી છે. હાઇકોર્ટે કોર્પોરેશનને નિર્દેશો આપવા છતા અમલ ન થતા હાઇકોર્ટે સખત શબ્દોમાં નારાજગી વ્યકત કરી છે.

અમદાવાદ

AMCએ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે પગલા લેવાઇ રહ્યા હોવાનો જવાબ રજૂ કર્યો ત્યારે હાઇકોર્ટે સખત શબ્દોમાં એએમસીને સવાલ કર્યો કે પગલા લો છો આમ છતા પ્રદૂષણ ફેલાવતા એકમો કેમ બેફામ છે અને હજુ પણ પ્રદૂષિત પાણી છોડી રહ્યા છે. હાઇકોર્ટે કહ્યું કે ટાસ્ક ફોર્સે પોલીસ કે એએમસીને જાણ કર્યા વિના જ તપાસમાં જવું પડે છે. તો હાઇકોર્ટે એએમસીએ રજૂ કરેલા ડેટા સામે પણ વાંધો લઇને એએમસીએ લીધેલા પગલાની વિગતોને અવિશ્વનિય ગણાવી.

જિહાદ
  • અમદાવાદ કોર્પોરેશન સામે ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ
  • હાઈકોર્ટે કોર્પોરેશનને નિર્દેશો આપવા છત્તાં અમલ ન થતા કોર્ટે સખ્ત શબ્દોમાં નારજગી વ્યક્ત કરી
  • AMC પ્રદૂષણ ફેલાવતા એકમો સામે પગલાં લેવાઈ રહ્યા હોવાનો જવાબ રજૂ કર્યો
  • હાઈકોર્ટનો સખ્ત સવાલ પગલાં લો છો તો પ્રદૂષણ ફેલાવતા એકમો કેમ બેફામ

હાઇકોર્ટે સાબરમતી શુદ્ધિકરણ માટે અપાતા ફંડનો શું ઉપયોગ થાય તેને લઇને પણ પ્રશ્નાર્થ કર્યો છે..હાઇકોર્ટે ભીતી વ્યકત કરી છેકે સાબરમતી નદી ક્યાંક જોવા લાયક જ ન બની જાય તો સારુ છે…આ સાથે હાઇકોર્ટે એએમસીને ફરીથી યોગ્ય તપાસ રિપોર્ટ અને કાર્યવાહી રિપોર્ટ રજૂ કરવા આદેશ કરીને આ અંગે આગામી 3 ડિસેમ્બરે કોર્ટમાં સુનાવણી કરવા જણાવ્યું છે..

READ ALSO

Related posts

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

BU અને ફાયર સેફટી પર હાઇકોર્ટની કડકાઈ, કહ્યું: જરૂર પડે તો તે ઇમારતો તોડી પાડો, NOC વગરની ઇમારતો સીલ કરો

Pritesh Mehta

પહેલા સોશિયલ મીડિયાથી સગીરાને ફસાવી, વિધર્મીનો ભાંડો ફૂટતા ધમકાવીને આચર્યું દુષ્કર્મ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!