GSTV

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

રિબેટ

અમદાવાદ શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે દર્દીઓને હોસ્પિટલમા દાખલ થવામા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના દર્દીઓને કરમસદ મોકલવામાં આવે છે. પહેલા હોસ્પિટલમાં દાખલ કરવાની કાર્યવાહી મેડીકલ ઓફીસર, ડેપ્યુટી હેલ્થ ઓફીસર એટલે કે કોર્પોરેશન કરતું હતુ. પરંતુ થોડા દિવસ પહેલા તે જવાબદારી 108 ને સોંપવામાં આવી છે. આ સમસ્યામાં સુધારો થવાને બદલે સમસ્યા વકરી હોવાનું કોર્પોરેટર માની રહ્યાં છે.

દર્દીઓ દાખલ થવા માટે 2 થી 4 કલાકની રાહ જોવી પડે છે. અને તેમાં પણ કેટલાકને તો અમદાવાદ બહાર ખસેડવામાં આવે છે. હોસ્પિટલમાં દાખલ થવામાં પડતી હાલાકીને લઇ લોકો સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરે છે. કોર્પોરેટરો પણ દર્દીઓને હોસ્પિટલમાં ઝડપી બેડ મળી રહે તેવી વ્યવસ્થા કરવામા ઇચ્છી રહ્યા છે. ભાજપના કેટલાય કોર્પોરેટરમાં કોરોનામાં તંત્રની આ પ્રકારની ઢીલી કામગીરીને કારણે રોષ જોવા મળ્યો હતો. જોકે તેઓ પાર્ટી પગલા ભરવાની બીકે બોલી શકતા નથી.

READ ALSO

Related posts

ડોક્ટર્સ V/S આયુર્વેદ ડોક્ટર્સ: ગુજરાતભરના 29 હજાર તબીબો ઉતરશે ભૂખ હડતાળ પર, આ રહ્યો તેમનો પ્લાન

Pravin Makwana

ગૌરવ/ ફિલ્મ નાયકની જેમ સૃષ્ટિ ગોસ્વામી રાષ્ટ્રીય બાલિકા દિવસે એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બનશે

Mansi Patel

વેજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારી પર હુમલો કરનાર કુખ્યાત આરોપી અમીન મારવાડી ઝડપાયો, અનેક ગુનામાં છે સંડોવાયેલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!