GSTV
Ahmedabad Trending ગુજરાત

કોરોનાને અટકાવવા AMCએ કસી કમર: એન્ટીજનની સાથે RTPCR ટેસ્ટ પણ થશે મફત, આ સ્થળોથી લેવામાં આવશે સેમ્પલ

AMC

અમદાવાદ શહેરની અંદર કોરોનાનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. વધતા કોરોના કેસને અટકાવવા કોર્પોરેશન (AMC) દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા. ટેસ્ટિંગ અને ટ્રેકિંગ પર સૌથી વધુ ભાર આપવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા એન્ટીજન ટેસ્ટની સાથે હવે લોકોને મફતમાં આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.

AMC

કોર્પોરેશન (AMC)ની વિવિધ ટીમો દ્વારા ભીડભાડવળી જગ્યાઓ પર લોકોના સેમ્પલો લેવામાં આવશે. કાંકરીયા, બસ સ્ટોપ, રેલવે સ્ટેશન, મોલ મલ્ટીપલકેસ જેવા સ્થળોએથી સેમ્પલો લેવામાં આવશે. કોર્પોરેશન પાસે એસવીપી હોસ્પિટલમાં જ ટેસ્ટીગ લેબ છે. જેમાં દરરોજ 1 હજાર 200 જેટલા સેમ્પલોનું પૃથ્થકરણ થાય છે.

વધુ લોકોના સેમ્પલો કલેક્ટ અને ટેસ્ટીગ વધારા માટે 9 ખાનગી લેબોરેટરીનો સહારો લેવામાં આવશે. કાંકરીયા ખાતે મુલાકાતીઓને પ્રવેશ સમયે જ આરટી-પીસીઆર શરૂ કરવામાં આવ્યો છે. દરેક મુલાકાતીઓને ફરજિયાત ટેસ્ટિંગ કરીને જ પ્રવેશ આપવામાં આવ્યો.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં સતત કોરોનાનાં કેસોનો રાફડો ફાટી રહ્યો છે. ત્યારે આજ રોજ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં નવા 11,176 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 3663 કેસ તો સુરત કોર્પોરેશનમાં 2690 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 950 કેસ તો રાજકોટ કોર્પોરેશનમાં 440 કેસો નોંધાયા છે. તો આજ રોજ 5 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. 4285 દર્દીઓ રિકવર થયાં છે.

રાજ્યમાં આજ રોજ નોંધાયા કુલ 50,612 એક્ટિવ કેસો

રાજ્યમાં કુલ 50,612 એક્ટિવ કેસો થઈ ગયા છે. તો 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે તો બીજી બાજુ 50,548 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે 8,36,140 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,142 એ પહોંચ્યો છે.

જિલ્લાવાર કોરોનાની સ્થિતિ

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

સંબંધ બચાવવા માટે પતિ-પત્ની એક બીજા સાથે 6 મહિના સુધી છૂટા પડ્યા, એકબીજા સાથે વાત ન કરી, પછી રિેલેશનમાં આવ્યો એક અનોખો વળાંક

GSTV Web Desk

Box Office/ ‘લાલ સિંહ ચડ્ડા’ને પહેલા દિવસે મળ્યો ફિક્કો પ્રતિસાદ, ‘રક્ષા બંધન’ ફિલ્મને દર્શકો જ ન મળ્યા!

Binas Saiyed

India US Drill China: ભારતમાં ચીન બોર્ડર પાસે એમ જ યુદ્ધાભ્યાસ નથી કરવા જઈ રહી US આર્મી, છુપાયેલી છે મોટી ચાલ

GSTV Web Desk
GSTV