GSTV

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Last Updated on July 26, 2021 by Zainul Ansari

કોરોનાકાળ દરમિયાન અમદાવાદ શહેરની ઘણી બધી ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીઓને લૂંટવામાં આવ્યા હતા. અનેક શહેરીજનોએ આ અંગે ફરીયાદ કરી હતી ત્યારે ખુદ ભાજપના કોર્પોરેટર અને રીક્રીએશન કમિટીના ચેરમેનને આ અંગે મોટા પાયે ફરીયાદ મળી હતી.

પૂર્વ વિસ્તારની હોસ્પિટલો અંગે ફરીયાદ મળતા તેઓએ આ બાબત અંગે અધિકારીઓને જાણ કરી હતી અને પુર્વ વિસ્તારની 60 જેટલી હોસ્પિટલો અંગે ફરીયાદની રજુઆત કરવામા આવતા તેઓને નોટીસ આપવામા આવી છે. થોડા દિવસ પહેલા મળેલી સંકલન સમિતિના બેઠકની અંદર રિક્રિએશન કમિટી ચેરમેન રાજુભાઈ દવે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેની અંદર અલગ અલગ ચાર્જ લઈને કેવી રીતે ડોક્ટરો દર્દીઓને લૂંટ્યા છે તેની ચર્ચા કરી હતી.

આ અંગેની રજૂઆત ડીવાયએમસીને કરવામાં આવી હતી. જે બાદ પૂર્વ વિસ્તારની 60 હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે. જોકે કઇ હોસ્પિટલોને નોટીસ આપવામા આવી છે? કંઇ રીતે હોસ્પિટલો દ્વારા વધુ નાણા લેવામા આવ્યા છે? કેટલા નાણા વધુ લેવામા આવ્યા છે? તે તમામ બાબત અંગે હેલ્થ ઓફીસર-હેલ્થ કમિશ્નર તેમજ પુર્વ ઝોનના અધિકારીઓ એક બીજાને ખો આપી માહિતી છુપાવવાનો પ્રાયાસ કરી રહ્યા છે. હોસ્પિટલોને નોટીસ આપી કાર્યવાહી કરવાની વાત તંત્ર કરી રહ્યું છે પણ ખરેખર કાર્યવાહી કરાશે કે કેમ તે પ્રશ્ન છે.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!