GSTV

અમદાવાદ/ સત્તાધારી પક્ષના પાંચ કાઉન્સિલરોનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, ૬ મહિના બાદ એએમસી સામાન્ય સભા મળશે

અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ છ મહિના બાદ અમદાવાદ કોર્પોરેશનની બોર્ડ બેઠક ટાગોર હોલ ખાતે મળશે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન બાદ પહેલી વાર ફિજીકલી બોર્ડ બેઠક મળશે. ત્યારે બોર્ડ બેઠકમાં 190માંથી 80 કોર્પોરેટર ફિઝિકલી હાજર રહશે. જ્યારે અન્ય કોર્પોરેટર ઓનલાઈન હાજરી આપશે.

ભાજપના પાંચ કાઉન્સિલર કોરોના ટેસ્ટ પોઝિટીવ

તો બેઠકમાં હાજર રહેનાર તમામ કોર્પોરેટરના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા જેમાંથી પાંચ કાઉન્સીલરના રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા.  સરદારનગર, કુબેરનગર, સરખેજ, વટવાના કોર્પોરેટરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે..જેથી તેઓ બોર્ડ બેઠકમાં હાજર નહીં રહે..૨૦થી વધુ કાઉન્સીલરોના રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા હોમ ક્વોરોન્ટાઇન થયા છે.. ટાગોર હોલમાં ડિસ્ટન્સ જળવાય તે રીતે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ભાજપના પાંચ કાઉન્સિલર કોરોના ટેસ્ટ પોઝિટીવ
કલાબેન યાદવ – કુબેરનગર
બિપીન સિક્કા – સરદારનગર
ઉર્વસિબહેન ડાભી – સરદારનગર
પકંજસિંહ સોલંકી – વટવા
જેઠી બહેન ડાંગર – સરખેજ વોર્ડ
૨૦ થી વધુ કાઉન્સિલર હોમ ક્વોરેન્ટાઇન થયા

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!