GSTV

મોટેરા સ્ટેડિયમને પરમીશન માટે AMCએ વસૂલી અધધ ફી, 64 એકરમાં છે બાંધકામ

Last Updated on February 19, 2020 by Mansi Patel

અમદાવાદમાં વિશ્વકક્ષાનુ ક્રિકેટ સ્ટેડીયમનુ નિર્માણ કરવામા આવ્યુ છે. આગામી 24 તારીખે તેનુ લોકાર્પણ કરવા માટે ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બુધવારે  સ્ટેડીયમને બીયુ પરમીશન એટલેકે બિલ્ડિંગ યુઝ પરમીશન આપવામાં આવી છે. જેની માટે સાડા નવ કરોડ જેટલી ફી વસુલવામા આવી છે. બીયુ આપતી વખતે વિવિધ બાબતોની ચકાસણી કરવામા આવી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યુ હતુ કે સ્ટેડીયમનુ બાંધકામ 64 એકરમાં કરવામાં આવ્યુ છે. સ્ટ્રકચરલ સેફ્ટી સર્ટી માટે કમિટી બનાવામા આવી હતી.

જાણીતી સંસ્થાએ કરી સ્ટેડીયમની ડીઝાઇન

બાંધકામ કરનાર આર્કીટેક્ટ-કોન્ટ્રાક્ટર એજન્સીઓને વિશ્વના નિષ્ણાંત સ્ટ્રકચરલ કનસલ્ટન્ટ પાસેથી સ્ટ્રકચરલ સર્ટી લેવા સુચના આપવામા આવી હતી. સ્ટેડીયમની ડીઝાઇન જાણીતી સંસ્થાએ કરી છે. સ્ટ્રકચરલ સર્ટીનુ ચેન્નાઇના એક જાણીતા સ્ટ્રકચરલ એક્સપર્ટ પાસે ક્રોસ ચેકીંગ કરાવવામા આવ્યુ હતુ. સ્ટેડીયમની અંદર બનાવેલા  પ્રતિદિન એક મિલિયન લીટરની ક્ષમતા વાળા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ચકાસણી કરવામા આવી છે. સુએઝ માટે 1 એમએલડીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામા આવ્યો છે. વરસાદી પાણી જમીનમા સંગ્રહ કરવા માટે 65 પરકોલેટીંગ વેલ બનાવામા આવ્યા છે.

READ ALSO

Related posts

VIDEO: સત્સંગી મહિલાઓ દ્ધારા ગંભીર આક્ષેપો કરતો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, સાધુઓના બે જૂથો વચ્ચે ગળાકાપ હરિફાઇ

pratik shah

SBIના ગ્રાહકો માટે એલર્ટ/ ATM ફ્રોડથી બચવું છે તે OTP દ્વારા પૈસા ઉપાડો, ફ્રોડનો શિકાર થતાં બચી જશો, કોઈ આપના રૂપિયાને હાથ લગાવી શકશે નહીં

Pravin Makwana

વાહ/ School Bagએ મચાવી ધમાલ ! હવે માતા પિતા કરી શકશે બાળકની જાસૂસી, જાણો કેવી રીતે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!