અમદાવાદમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો થે, ત્યારે આ વચ્ચે શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલા શ્રેણીબદ્ધ પગલાઓની સમીક્ષા માટે આજે AMC એ છઠ્ઠી બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બેઠક સાબરમતી રીવર ફ્રન્ટ હાઉસ ખાતે બપોરે 12 કલાકે મળી હતી. આ બેઠકમાં શહેરના મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમાર (AMC )અને જુદા-જુદા જોનના ડેપ્યુટી કમિશ્નર પર હાજર રહ્યા હતા. જેમાં કન્ટેઈન્મેન્ટ ઝોનના વોર્ડમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના વેચાણ માટેની કાર્યપ્રણાલી નક્કી કરવામાં આવી હતી. જેથી અમદાવાદના 10 10 કન્ટેઇનમેન્ટ ઝોન માટે AMCએ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે નીચે પ્રમાણે છે.

અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા
ગુજરાતમાં Corona ના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં ગઈકાલ સુધી 6353 કેસ નોંધાયા હતા. તેમાં વધુ આજે નવા 292 કેસ નોંધાતા ઉમેરાતા કુલ આંક 6645 થઈ ગયો છે. અમદાવાદમાં 421 લોકોના મોત થયા હતા. જેમાં વધુ આજે 25 લોકોના મોત થતા કુલ આંક પણ 446 પર પહોંચ્યો છે. ગુજરાતમાં કુલ 29 લોકોના થયેલા મોતમાં અમદાવાદમાં 25 લોકોના મોત થયા છે.


ગુજરાતમાં વધુ 364 પોઝિટિવ કેસ નોંધાયા
ગુજરાતમાં સતત થતા ટેસ્ટિંગો વચ્ચે Corona સંકટમાં સતત વધારો થઈ રહ્યો છે એ પણ હકિકત છે. ગુજરાતમાં અમરેલી જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નહોતો એ પણ હવે Corona સંક્રમિત થઈ ચૂક્યો છે. ગુજરાતમાં ગઈ કાલે કોરોના સંક્રમણના કુલ 8904 કેસ નોંધાયા હતા જેમાં વધુ આજે 364 કેસ ઉમેરાતા કુલ આંક 9268 પહોંચ્યો છે. ગુજરાતમાં વધુ 29 લોકોના મોત થયા છે. એ સાથે ગુજરાતમાં કુલ મોતનો આંક 566 થઈ છે.

રાજ્યમાં હજુ પણ 4087 કેસ એક્ટિવ
અમદાવાદમાં અત્યાર સુધી 2112 લોકોના ડિસ્ચાર્જ થતાં હજુ પણ 4087 કેસ એક્ટિવ છે. જ્યારે રાજ્યમાં હજુ પણ 5140 લોકો Corona સંક્રમિત છે. ગુજરાતમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. અત્યાર સુધી કુલ 3562 જેટલા દર્દીઓ સાજા થયા છે. રાજ્યના Corona ના કુલ એક્ટિવ કેસના કુલ 79.51 ટકા કેસો ફક્ત અમદાવાદમાં છે. ગુજરાતે આજે 9હજારનો આંક પાર કર્યો છે તો મોતને મામલે પણ 566 પર આંક પહોંચ્યો છે. અમદાવાદમાં Corona ના વધુ 292 કેસ સાથે કુલ આંક 6645 થઈ ગયો છે. અમદાવાદમાં 421 લોકોના મોત થયા હતા. જેમાં વધુ આજે 25 લોકોના મોત થતા કુલ આંક પણ 446 પર પહોંચ્યો છે. ગુજરાતમાં કુલ 29 લોકોના થયેલા મોતમાં અમદાવાદમાં 25 લોકોના મોત થયા છે.
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો