GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

અમદાવાદના કોરોના પોઝિટીવ કેસોના નામ થયા જાહેર, આ રહ્યું એડ્રેસ સાથે આખું લિસ્ટ

Corona

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જ જાય છે. કોરોનાના 14મા દિવસે સૌથી વધારે 13 કેસ બહાર આવ્યા છે. કોરોના પોઝિટીવનો આંક 85એ પહોંચી ગયો છે. સજજ્ડ લોકડાઉન છતાં કોરોનાના કેસો અટકી રહ્યાં નથી ત્યારે રાજ્યમાંથી સૌથી વધારે કોરોના વાઇરસના કેસ અમદાવાદમાં હોવાથી મ્યુનિસિપલ કમિશનરે તમામ પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કર્યાં છે. પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સહકાર આપતા નથી જેને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટીવીનો પણ હેતું એ આ લિસ્ટ જાહેર કરીને અમદાવાદીઓને ડરાવવાનો નથી પણ મ્યુન્સિપલ કમિશ્નરે જાહેર કરેલા આ લિસ્ટને આધારે લોકો સાવચેત રહે અને સાવધાન રહે એ હેતું જળવાય રહે એ માટેનો છે. અમે પણ અપીલ કરીએ છીએ કે લોકો ઘરે રહે અને સેફ રહે.

આ લિસ્ટ જાહેર કરવા પાછળનો હેતુ એ છે કે, જો તમે આમાંથી કોઇ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, તેની આસપાસ રહેતા હોય અથવા તમને કોઇ તકલીફ હોય તો તાત્કાલિક 104 અને 15503 નંબર પર જાણ કરી શકે. આ ઉપરાંત 6357094245 વોટ્સઅપ નંબર પર જાણ કરી શકાશે. આ નામની જાહેરાત કર્યા બાદ જો કોઇ પણ વ્યક્તિ પોઝિટિવ કેસના દર્દી સાથે ગેરવર્તણૂક કરશે અથવા ભેદભાવભર્યું વર્તન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારે આ લિસ્ટ માત્રને માત્ર લોકોની સાવચેતી માટે જ જાહેર કર્યું છે. જેથી અમદાવાદીઓ પણ ડર્યા વિના આ લિસ્ટને આધારે સાવધાની રાખે એવી જીએસટીવીની પણ અપીલ છે.

ગુજરાતમાં કોરોનામાં કેસની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. રાજયમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વધીને 87 પર પહોંચી ગઇ છે. તો આજે સવારે અમદાવાદમાં જ કોરોનાના 8 નવા કેસ સામે આવ્યા હતા. જો કે બપોર બાદ પોરબંદરમાં બે, પંચમહાલમાં એક અને સુરતમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ જ્યારે બી.જે. મેડિકલમાં સારવાર લઈ રહેલા એક મહિલા દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. એક જ દિવસમાં 13 નવા દર્દીઓ નોંધાતા જ રાજ્યમાં કુલ દર્દી 87 થઈ ગયા છે. આ 87 દર્દીમાંથી 6 લોકોના મોત થઈ ગયા છે.

દેશમાં કોરોના પોઝિટીવનો આંક 1900ને પાર

દિલ્હી પોલિસ દ્વારા વારંવાર ચેતવણી છતાં તબલિગી જમાત જીદ અને હઠિલા વલણે આજે દેશની પરિસ્થિતિ ગંભીર બની છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના ચેપના 386 નવા કેસ નોંધાયા છે. તેમાંથી 164 કેસ દિલ્હીના નિઝામુદ્દીન મરકજની તબલીગી પ્રવૃત્તિમાં સામેલ લોકો સાથે સીધા જોડાયેલા છે. ઘણાં તેમના સંપર્કમાં આવેલા લોકો પણ છે. આ બધાઓની ચકાસણી ચાલુ છે. કેટલાકના રિપોર્ટ આવી ગયા છે.હજુ ઘણાંના રિપોર્ટ આવવાના બાકી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાયરસના ચેપના 386 નવા કેસ છે અને અત્યાર સુધીમાં 38 લોકોનાં મોત નીપજ્યાં છે. મોતનાં 3 નવા કેસ નોંધાયા છે. 132 લોકો સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોના પોઝિટીવની સંખ્યા 1900ને પાર કરી ગઈ છે. 53 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

આ સાથે જ 14 દિવસમાં પ્રથમવાર સૌથી વધુ 13 કેસ નોંધાયા છે. આ પહેલા 19 માર્ચે બે પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે 23 માર્ચે 12 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કુલ 87 દર્દીમાંથી 3 વેન્ટીલેટર પર છે, 71ની હાલત સ્થિર છે અને 7ને રજા આપી દેવામાં આવી છે જ્યારે 6 લોકોના મોત થઈ ગયા છે.

દિલ્હીના ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાતમાંથી 72 લોકો ગયા હતા

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકડાઉનની સ્થિતિ અને દિલ્હીના તબ્લિક જમાતના કાર્યક્રમ અંગે જણાવ્યું કે, દિલ્હીના ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાતમાંથી 72 લોકો ગયા હતા. જેમાં અમદાવાદ-34, ભાવનગર-20, મહેસાણા-12, વલસાડ-2, બોટાદ-4નો સમાવેશ થાય છે. જેમાંથી એકનું મોત થઈ ગયું છે અને 71 ક્વોરન્ટીનમાં છે.

Related posts

ગાંધીનગર: સચિવાલયની કચેરીઓ ધમધમતી થઈ, મંત્રીઓએ સ્વર્ણિમ સંકુલમાં કાર્યભાર સંભાળ્યો

pratik shah

WhatsApp હવે એકસાથે 50 લોકો કરી શકે છે Video Call, જાણો સરળ રીત

Ankita Trada

આજથી આ 5 મોટા ફેરફાર થઈ ગયા, જાણો લો રહેશો ફાયદામાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!