અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકતવેરો ભરપાઈ કરનારા કરદાતાઓ માટે ટેકસ રીબેટ યોજના અમલમાં મુકી છે.આ યોજનાના કારણે મ્યુનિ.ને અમદાવાદ પૂર્વ વિસ્તારમાં આવતા ચાર ઝોનમાં મિલકત વેરાની ૨૨ જુન સુધીમાં કુલ આવક ૧૮૯.૭૮ કરોડ થવા પામી હતી.સૌથી વધુ મિલકત વેરાની આવક મધ્યઝોનમાં ૭૨.૨૮ કરોડ થવા પામી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરદાતાઓ માટે ત્રણ મહિના લાંબી ટેકસ ઈન્સેન્ટિવ યોજના અમલમાં મુકી છે.આ કારણથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેકસની આવકમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.પહેલી એપ્રિલથી ૨૨ જુન સુધીમાં મધ્યઝોનમાં મિલકતવેરા પેટે ૭૨.૨૮ કરોડ આવક થવા પામી હતી.ઉત્તરઝોનમાં ૩૭.૦૨ કરોડ આવક થવા પામી હતી.

દક્ષિણ ઝોનમાં ૩૭.૯૩ કરોડ આવક થવા પામી હતી.જ્યારે પૂર્વ ઝોનમાં ૪૨.૫૫ કરોડ આવક થવા પામી હતી.પહેલી એપ્રિલથી ૨૨ જુન સુધીમાં મ્યુનિ.તંત્રને મિલકતવેરા પેટે કુલ ૪૯૫.૪૯ કરોડ આવક થવા પામી હતી.પ્રોફેશન ટેકસ પેટે ૪૫.૨૯ કરોડ જયારે વ્હીકલ ટેકસ પેટે ૩૭.૨૪ કરોડ આવક થવા પામી હતી.આમ તમામ ટેકસની ૨૨ જુન સુધીમાં કુલ આવક ૫૭૮.૦૨કરોડ થવા પામી હતી.
READ ALSO
- BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો
- BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, ટૂંક સમયમાં મહત્વનો ચુકાદો આપશે
- મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં અમિત શાહની એન્ટ્રી : ભાજપ હવે ઉદ્ધવ સરકારને ઉથલાવી દેશે
- પુત્ર આકાશ પછી પુત્રી ઈશાને આ બિઝનેસ સોંપી શકે છે મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેને બનાવ્યો ખાસ પ્લાન
- નૂડલ્સ તો ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરો કોકોનટ સૂપ નૂડલ્સ-સ્વાદમાં આવશે પોઝિટીવ બદલાવ