GSTV
Ahmedabad News Trending ગુજરાત

તંત્રની પોલમપોલ/ શહેરના આ વિસ્તારોના રસ્તાની હાલત અત્યંત દયનિય, મ્યુનિની બેદરકારીને કારણે અકસ્માતની ભીતિ

રાજ્યમાં ભારે વરસાદી મા હોલ છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ ગત સાજંથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વરસાદના પગલે શહેરના પૂર્વના પટ્ટામાં ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, ગોમતીપુર, રખિયાલ, બાપુનગર સહિતના વિસ્તારમાં લગભગ મોટાભાગના રોડ વરસાદમાં તૂટી જતા વાહનચાલકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. આ ખાડાઓ જીવલેણ સાબિત થવાની ભીતિ સેવાઇ રહી છે. મ્યુનિ.તંત્રની બેદરકારી સામે આવી રહી છે.

અમદાવાદ શહેરમાં પણ ગત સાજંથી અવિરત વરસાદ વરસ્યો

ઓઢવ ફાયર સ્ટેશનથી રણછોડરાયજી મંદિર થઇને સીધો તક્ષશીલા તરફ જતા રોડ પર મસમોટા ખાડા પડી જતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.  રોડ પરની કપચી ઉખડી જવી અને મોટા ખાડા પડતા સ્થાનિક રહિશો જીવના જોખમે પસાર થઇ રહ્યા છે.  ચોમાસામાં તાત્કાલિક ધોરણે  રિપેર ન થઇ શકે તો માટી કે ઇંટો નાંખીને ખાડા પુરી દઇને રોડને સલામત બનાવવા સુધીની તસ્દી ન લેવાઇ રહી હોવાનું રહિશોનું કહેવું છે.

અમદાવાદના પૂર્વના પટ્ટામાં મોટાભાગના રોડ તૂટી ગયા

સારંગપુરથી સોનીની ચાલી સુધીનો રોડ પર ઠેર ઠેર તૂટેલો પડયો છે. શિતલ સિનેમાંથી લઇને છેક સોનીની ચાલી તરફ જતા રોડ પર પાણી ભરાવાની સમસ્યાને લઇને આ રોડ પણ અનેક જગ્યાએથી તૂટી ગયો  છે.

સમાંતર બીએસટીએસ રૂટ પણ બિસ્માર છે. તેમજ ગટરોના ઢાંકણા તૂટેલા પડયા છે.   ઓઢવથી વસ્ત્રાલ સુધીનો તેમજ  આ તરફ બ્રિજને અડીને આવેલો  નિકોલ તરફનો રિંગરોડ સાવ તૂટી ગયો છે.  સારંગપુરથી સિંગરવા સુધીના રોડ પરના મોટાભાગની સ્ટ્રીટલાઇટો બંધ હાલતમાં હોવાથી રાત્રિ દરમિયાન અકસ્માતનું જોખમ વધી જઇ રહ્યું છે.

ઓઢવ, નિકોલ, નરોડા, વસ્ત્રાલમાં સ્થિતિ ખરાબ

વસ્ત્રાલમાં મેટ્રો રેલવેની નીચેનો રોડ, તેને જોડતા એપ્રોચ રોડ, ઇન્ડિયા કોલોની, ઠક્કરનગર, લીલાનગર, બાપુનગર, કૃષ્ણનગર વગેરે પટ્ટામાં પણ મુખ્ય રોડ અને સર્વિસ રોડ તૂટેલી હાલતમાં પડયા છે.

વસ્ત્રાલમાં મેટ્રો રેલવેની નીચેનો રોડ, તેને જોડતા એપ્રોચ રોડ,

નરોડા ફાટકથી નાના ચિલોડા સર્કલ,નોબલનગર કોર્નર, નરોડા ગામ તરફના રસ્તાઓ, નિકોલમાં બાપા સિતારામ ચોક રોડ, ગોપાલ ચોકથી ઉમા સ્કૂલ, જીવનવાડીથી ખોડિયાર માતાનું મેદિર, અજિત મીલથી સુખરામનગર રોડ વગેરે રોડ તૂટી ગયા છે. આ વિસ્તારમાં હાલ ખૂબ જ મંદ ગતિએ વાહન વ્યવહારની અવર-જવર થઇ રહી છે.

READ ALSO

Related posts

મહારેલીમાં કેજરીવાલ કેન્દ્રને તેમની બતાવશે શક્તિ, ઘર-ઘર રેલી માટે લોકોને કરવામાં આવશે આમંત્રિત

Hina Vaja

Odisha Train Accident / ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં મોતનો આંકડો વધીને 70 થયો, 350થી વધુ ઘાયલ

Hardik Hingu

Odisha Train Accident / ઓડિશા ટ્રેન અકસ્માતમાં પીએમ મોદી અને રેલમંત્રીએ કરી સહાયની જાહેરાત, આવતીકાલે રેલ્વેમંત્રી લેશે મુલાકાત

Hardik Hingu
GSTV