GSTV

કામના સમાચાર/ તહેવારો નિમિત્તે વેપારીઓ માટે જાહેર થઈ નવી ગાઈડલાઈન, ભંગ કરી તો દુકાન થશે સીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તહેવાર નિમિત્તે જાહેર રસ્તા પર રહેલા લારી ગલ્લા, ફેરિયા માટે એસઓપી જાહેર કરી છે. હાટડી, મંડપ, લારીમાં ફુટપાથ, ખુલ્લી જગ્યામાં કે ડોમ બાંધીને કપડા વેચતા વેપારીઓ માટે ખાસ ગાઇડલાઇન બહાર પડાઇ છે. ડોમના પ્રવેશ દ્વારા પર સેનિટાઇઝર અને થર્મલ ગન રાખવાની રહેશે. હાથલારીમાં કપડા વેચતા ફેરિયાઓએ ગ્લોવ્ઝ પહેરવાના રહેશે.

લારી ગલ્લા, ફેરિયા માટે એસઓપી જાહેર કરી

હાથલારીમાં કપડા વેચતા ફેરિયાઓએ ગ્લોવ્ઝ પહેરવાના રહેશે

ફેરિયાઓ અને સ્ટાફે દર 15 દિવસે કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. વિવિધ પ્રકારના કપડાને સાઇજ અનુસાર અલગ અલગ પેકિંગમાં જ રાખવાના રહેશે. ગ્રાહકોની ભીડ વધે તો લાઇન બનાવી વેચાણ કરવાનું રહેશે.

ગ્રાહકોની ભીડ વધે તો લાઇન બનાવી વેચાણ કરવાનું રહેશે

આ અંગે જણાવતા સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું કે, તહેવાર નિમિતે લોકો ખરીદી માટે દુકાનો, લારીઓ, જાહેર પ્લોટમાં લાગેલા ડોમમાં કપડા સહિત અન્ય વેચાણ થાય છે. જ્યાં હવે નવી એસઓપી અનુસાર વેપારીઓ અને લારીમાં વેચાણ કરતા કે ડોમ બનાવી વેચાણ કરતા કપડા હવે ખુલ્લામાં વેચી નહી શકાય. પરંતુ કપડા પાર્સલ કરીને આપવાના રહેશે.

ગ્રાહકો માલ સામાનને સ્પર્શી શકશે નહી. ગ્રાહક ટ્રાયલ પણ નહી કરી શકે. પેન્ટ, શર્ટ, ટી શર્ટ કે અન્ય કોઇ પણ પ્રકારના કપડા ખુલ્લા વેચાણ કરવા નહી. તમામ વેરાઇટીઝના કપડા સાઇઝ અને ડિઝાઇન અનુસાર અલગ અલગ અને વ્યવસ્થિત પ્રાંગણમાં વેચાણ કરવા. ગ્રાહક એક સાથે બે ભેગા થઇ શકશે નહી. લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ ખુબ જ જરૂરી રહેશે.

READ ALSO

Related posts

દારૂબંધી/ મોડી રાત્રે કોન્સ્ટેબલને દારૂ પીને દાદાગીરી કરવી ભારે પડી, ટોળાએ દોડાવી દોડાવીને અધમુઓ કરી નાંખ્યો

Karan

કરજણ બેઠક/ ચૂંટણી પંચે તૈયારીઓ કરી શરૂ, તમામ પ્રક્રિયા કોમ્પ્યુટર આધારિત અને પારદર્શક રહેશે

Pravin Makwana

સ્માર્ટ સીટીના સ્માર્ટ અધિકારીઓની હકીકત / ચેકીંગમાં જતા અધિકારીઓને એ જ નથી ખબર કે દંડ કરવો કે સીલ કરવું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!