GSTV

ફફડાટ/ કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદમાં તંત્રની કાર્યવાહી, વાયરસ ન વકરે તે માટે કીટલી કરાવાઈ બંધ

અમદાવાદ શહેરમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસના કેસ વચ્ચે મનપા દ્વારા ચાની કીટલી પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં જે કીટલી પર વધુ ભીડ દેખાય ત્યા કીટલી બંધ કરાવવામાં આવી છે. શહેરમાં કોરોના વધુ ન વકરે તે માટે મનપા દ્વારા તવાઈ શરૂ કરવામાં આવી છે.

ચાની લારી પર ભીડ દેખાતા કીટલી બંધ કરાવવામાં આવી

  • કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદમાં મનપાની કાર્યવાહી
  • ચાની લારી પર ભીડ દેખાતા કીટલી બંધ કરાવવામાં આવી
  • કોરોનાન વકરે તે માટે કીટલી બંધ કરાવાઈ

કોરોનાન વકરે તે માટે કીટલી બંધ કરાવાઈ

અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ ઘટવાના બદલે વધતો જાય છે. બીજી તરફ નજીકમાં જ શિયાળાની ઋતુ આવી રહી છે. બેવડી ઋતુના ગાળામાં શરદી-ખાંસી, વાયરલ ઈન્ફેકશનના કેસો વધતાં હોય છે. આ  ગાળામાં કોરોના વધુ વકરવાની ભીતિ પણ કેટલાંક વ્યક્ત કરી રહ્યાં છે. દરમ્યાનમાં આજે છેલ્લા 24 કલાકમાં સરકારી યાદી મુજબ વધુ 152 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે સારવાર લઈ રહેલાં દર્દીઓમાંથી ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે.

બીજી તરફ કોરોનાને હરાવીને 199 લોકો સાજા થતાં તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં મ્યુનિ.ની હદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 37061એ પહોંચી ગઈ છે. 1723 દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મોત થયા છે. તેમજ 26583 લોકો સાજા થઈ ડિસ્ચાર્જ કરાયા છે.

એક તરફ લક્ષણો વગરના કે હળવા લક્ષણોવાળા દર્દીઓની સંખ્યા વધી રહી છે, તો બીજે છેડે ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, સિવીલ, એસવીપી અને ખાનગી હોસ્પિટલોમાં આઈસીયુ અનએ વનેટીલેટર પરના દર્દીઓ વધતાં જાય છે.

READ ALSO

Related posts

મોદી સરકારને પડ્યો સૌથી મોટો ફટકો/ અકાલી દળે 22 વર્ષ જૂની દોસ્તી એક ઝાટકે તોડી નાખી, NDAનો સાથ છોડી દીધો

Pravin Makwana

મહારાષ્ટ્રમાં શું શિવસેનાને કોંગ્રેસ સાથે થયો છે મોહભંગ ! સંજય રાઉતે કટ્ટર વિરોધી ભાજપના ફડણવીસ સાથે હોટલમાં કરી મુલાકાત

Pravin Makwana

ગુજરાતમાં Coronaનાં છેલ્લાં 24 કલાકમાં 1417 પોઝિટિવ દર્દીઓ સાથે 13નાં મોત, 1419 લોકો થયા સાજા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!