અમદાવાદમાં ગઈકાલે વડાપ્રધાન મોદીનો નરોડાથી ચાંદખેડા સુધી 38 કિ.મીનો મેગા રોડ શો યોજાયો હતો જે બાદ શહેરમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે આજે ફરી એજ સ્થિતિ શહેરમાં સર્જાઈ છે. બીજા દિવસે પીએમ મોદીનો શાહીબાગથી સરપસુર સુધી રોડ શો યોજાયો હતો જે બાદ શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે એટલું જ નહીં લોકોના જીવ બચાવતી એમ્બ્યુલન્સો પણ ટ્રાફિકમાં ફસાઈ છે. એરપોર્ટ સર્કલથી ડફનાળા વચ્ચે અનેક વાહનો ટ્રાફિકમાં ફસાયા છે જેના પગલે વિદ્યાર્થીઓ, નોકરિયાત અને વેપાર ધંધેથી પરત આવી રહેલા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે.

મોદીના પ્રચારમાં લોકોના જિંદગી સાથે ચેડાં
પીએમ મોદી ગુજરાતમાં લોકોની જિંદગી સાથે ચેડાં કરી રહ્યાં હોય એવું દ્રશ્ય ગઈ કાલે રોડ શોમાં જોવા મળ્યું હતું. એટલો ટ્રાફિક થયો કે રોડ રસ્તાઓ જામ રહ્યાં અને એમાં માનવ જિંદગી બચાવતી એમ્બ્યુલન્સો પણ ફસાઈ. લોકોએ ઘણા પ્રયત્નો કર્યા પણ તંત્ર માટે સામાન્ય વ્યક્તિ નહીં પણ મોદી અતિ અગત્યના હોવાથી રોડ શોમાં એમ્બ્યુલન્સોને પણ જવા માટે જગ્યા ન અપાઈ.
ગઈકાલે નરોડાથી ચાંદખેડા સુધી 38 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો
તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગઈકાલે અમદાવાદમાં નરોડાથી ચાંદખેડા સુધી 38 કિલોમીટર લાંબો રોડ યોજાયો હતો. અમદાવાદની તમામ બેઠક આવરી લેવાય એ રીતે વડાપ્રધાનના રોડ શૉનું આયોજન કરાયું હતું. અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના ૩૪ કિલોમીટર લાંબા રૂટ કરતાં પણ મોદીનો રોડ શોનો રૂટ લાંબો હતો. જોકે પીએમ મોદીના રોડ શો બાદ શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા જેમાં વિધાર્થીઓ, નોકરિયાત અને વેપાર-ધંધેથી પરત આવતા લોકોને ભારે મુશ્કેલી પડી હતી.
READ ALSO
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ