GSTV
Ajab Gajab Trending

શરીરમાં 99 ટકા ભાગ ટેટૂથી ઢાંકવા ઉડાવી દીધી જીંદગીભરની કમાણી, હવે તે જ ટેટૂના કારણે બની ગઈ બેરાજગાર

દુનિયામાં ઘણા પ્રકારના લોકો છે. તમામ લોકોને અલગ-અલગ વાતોમાં રસ હોય છે, તો ઘણીવખત કોઈ વસ્તુને લઈને પાગલ થઈ જાય છે. ઘણીવાર લોકોને કોઈ વાતનો નશો ચઢી જાય છે, ત્યારબાદ લોકોને સાચાં-ખોટાંની ભાન નથી રહેતી. ઓસ્ટ્રેલિયાની રહેનારી એમ્બર લ્યૂક (Amber Luke)ને ટેટૂ બનાવવાનું ઝૂનૂન માથે સવાર થઈ ગયું હતું. આ ઝૂનૂનમાં તેણે પોતાના શરીરનો 99% ભાગ ઈન્કથી ઢાંકી દીધો, પરંતુ હવે તેના જ કારણે એમ્બરને કોઈ નોકરી નથી આપતું.

ટેટૂ

હા, ઓસ્ટ્રેલિયન મોડલે લોકોને કહ્યું કે ટેટૂને કારણે તેનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. તે નોકરી કરવા માંગે છે પરંતુ તેને જોઈને કોઈ તેને નોકરી પર રાખતું નથી. આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે જણાવ્યું કે તેણે ટેટૂ બનાવવા માટે તેની લાઈફની આખી કમાણી લગાવી દીધી છે. પરંતુ હવે તેની પાસે પૈસા ન નથી અને આ ટેટૂને કારણે કોઈ તેને નોકરી નથી આપી રહ્યું.

એક્સ્ટ્રીમ બોડી મોડિફિકેશન કરાવ્યુ

ઓસેટ્રેલિયમ ટેટૂ મોડેલ એમ્બર લ્યૂકે દાવો કર્યો છે કે, ટેટૂનાં કારણે તેને નોકરી મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. આ ઈન્ફ્લુએન્સરે પોતાના શરીરનો 99 ટકા ભાગ ટેટૂથી ઢાંકી દીધો છે. તે ટેટૂને એટલી જલ્દી ઑબ્સેસ્ડ થઈ ગઈ હતી કે, તેણે પોતાની આંખોના સફેદ ભાગને પણ ટેટૂથી રંગાવી દીધો છે. આ પ્રોસેસે તેને થોડાં સમય માટે અંધ બનાવી દીધી હતી. પરંતુ એમ્બરને તેનાં ટ્રાન્સફોર્મેશન પર બિલકુલ અફસોસ નથી.

 ટેટૂ

લોકો કહે છે ડ્રેગન ગર્લ

પોતાના એક્સટ્રીમ લુકને કારણે લોકો એમ્બરને ડ્રેગન ગર્લ કહીને પણ બોલાવે છે. પરંતુ તેના કારણે ખૂબ ચર્ચામાં પણ આવી હતી. જોકે, હવે તેના કારણે તેને નોકરી નથી મલી રહી. લોકો તને જોઈને ડરી જાય છે. તેના કારણે તેને નોકરી નથી આપી રહ્યા. તેણે તેની સમસ્યાને બ્રિસ્બેન રેડિયો શોમાં શેર કરી. તેણે જણાવ્યું કે, સાચું કહુ તો ટેટૂના કારણે હવે મને નોકરી નથી મળી રહી. જે ટેટૂ પર તેણે પોતાની આખી બચત ખર્ચ કરી દીધી હતી, હવે તે જ ટેટૂએ તેને બેરોજગાર બનાવી દીધી છે. તે ઈચ્છે છે કે, કંપનીઓ તેને તેના લુકના આધારે જજ ના કરે. તેના બદલે તેના ટેલેન્ટનાં આધારે તેને નોકરી આપે.

READ ALSO:

Related posts

ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને આપ્યો જડબાતોડ જવાબ, ‘છોટુ ભૈયા’ કહેતા કહ્યુ- હું મુન્ની નથી જે બદનામ…

Hemal Vegda

28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી

Hemal Vegda

ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી

Hemal Vegda
GSTV