GSTV
Home » News » ભારતના જે ખેલાડીએ ઉતાવળમાં નિવૃતિ લઈ લીધી હવે તેને ફરી ટીમમાં આવવું છે

ભારતના જે ખેલાડીએ ઉતાવળમાં નિવૃતિ લઈ લીધી હવે તેને ફરી ટીમમાં આવવું છે

ક્રિકેટ વર્લ્ડકપ પૂર્ણ થયાને 42 દિવસ થયા છે. ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ હતી. એક ક્રિકેટર જે વર્લ્ડકપમાં ન રમ્યો, તેમ છતાં લાઇમલાઇટમાં રહ્યો હતો. વિશ્વકપ દરમિયાન સમાચારનો એક ખૂણો આ ખેલાડીનાં રંગમાં રંગાયેલો હતો. આ ખેલાડીનું નામ છે અંબાતી રાયડું. વિશ્વકપની ટીમમાં જગ્યા હોવા છતાં તેમની જગ્યાએ અન્ય ખેલાડીને સ્થાન આપાવમાં આવ્યું.

3 જુલાઇએ અંબાતી રાયડુએ દરેક પ્રકારનાં ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. જો કે હવે તે પોતાનાં નિર્ણય બદલવાનાં મૂડમાં છે. અંબાતી રાયડુ ક્રિકેટની દુનિયામાં પરત આવવા ઇચ્છે છે. સંન્યાસનો નિર્ણય લીધા બાદ અનેક ક્રિકેટરોએ તેમને પોતાનાં નિર્ણય પર વિચાર કરવાનું કહ્યું હતું. યુવરાજ સિંઘનાં પિતા યોગરાજ સિંઘે રાયડુને ટીમમાં પસંદ ન કરાતા પસંદગીકારોની ખુબ આલોચના કરી હતી. તેમજ રાયડુને પોતાનો નિર્ણય બદલવાની અપીલ પણ કરી હતી.

રાયડુએ જણાંવ્યું કે, તેઓ આઇપીએલમાં રમશે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ ચેન્નઇ સુપર કિંગ્સનો ભાગ બનવા માટે આતુર છે. અંબાતી રાયડુએ જણાંવ્યું કે, તેમણે પસંદગીકારોથી ગુસ્સે થઇને સંન્યાસ નહોતો લીધો. પરંતુ તેઓ વિશ્વકપની ટીમમાં પસંદ ન થતા તેઓ હતાશ હતાં.

અંબાતી રાયડુ હામાં તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનની વન-ડે લીગમાં રમી રહ્યા છે. ઇન્ડિયા માટે રમવાનાં સવાલ મામલે તેમણે જણાંવ્યું કે, “બેશક, ઇન્ડિયાને કોણ ના કહેશે’?

3 જુલાઇએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને અંબાતી રાયડુએ સૌને ચોંકાવી દીધા હતાં. વિશ્વકપનાં શરૂઆતમાં સમયમાં શિખર ધવન ઇજાગ્રસ્ત થઇને ટીમ બહાર થયા તો ઋષભ પંતને તક મળી હતી. અને જ્યારે વિજય શંકરને ઇજા થતા તેની જગ્યાએ મયંક અગ્રવાલને ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા મળી હતી. મયંક અગ્રવાલે આંતરરાષ્ટ્રીય સ્તર પર એક પણ વન-ડે મેચ રમી નથી.

અંબાતી રાયડુ 33 વર્ષનાં છે. 55 વન-ડે મેચમાં તેમનાં ખાતામાં 1694 રન નોંધાયેલા છે. રાયડુએ 6 T-20 મેચ પણ રમી છે. ટી-20માં તેમણે 42 રન બનાવ્યા છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનથી પાંચ મહિનાના બાળકનું કર્યું કિડનેપ, બેગમાં આવી રીતે રાખીને પહોંચ્યું દુબઈ

GSTV Desk

અમદાવાદના અનેક સીસીટીવી કેમેરા શોભાના ગાઠીયા જેવા, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

જુનાગઢ : 109 જેટલા અનુસુચીત જાતિના લોકોને જમીન ખાલી કરવાની નોટીસ પાઠવતા વિરોધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!