GSTV

રાયડુને પીઠ પર વાગ્યો ટ્રેંટનો જોરદાર થ્રો, પછી ટોમ લેથમે આમ જીત્યું દિલ

ન્યૂઝિલેન્ડ સામે શનિવારે બે ઓવલ મેદાન પર રમાયેલી બીજી મેચને ભારતે 90 રનોથી જીતી લીધી છે. 325 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝિલેન્ડની આખી ટીમ 40.2 ઓવરમાં 234 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ન્યૂઝિલેન્ડ તરફથી સૌથી વધારે 57 રન ટોડસ બ્રેસવેલે બનાવ્યા હતા. ત્યાં જ ઓપનીંગ બેટસમેને 31 રનોની ભાગીદારી કરીને ટીમને થોડા સમય સુધી સંભાળવાની જવાબદારી નિભાવી હતી. પહેલાં ટોસ જીતીને ભારતીય બેટ્સમેનોએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી.

એક થ્રો ફેંકયો જે સીધો અંબાતી રાયડુની પીઠ પર વાગ્યો હતો

પહેલી વિકેટ માટે રોહિત શર્મા અને શિખર ધવને 154 રનોની મજબૂત ભાગીદારી કરી હતી જેનો ફાયદો ભારતને જીત સ્વરૂપે મળ્યો છે. ભારત તરફથી ઓપનર પાંચ બેટ્સમેને 50 રનથી અધિક રનોનો આંકડો પાર કર્યો છે. આ દરમિયાન અંબાતી રાયડુની સાથે મેદાન પર કંઈક એવું થયું કે જેના વિશે તેમણે કયારે પણ વિચાર્યું નહીં હોય. હકીકતમાં 38.1 ઓવરમાં થર્ડમેન પર ફીલ્ડિંગ કરતા ટ્રેંટ બોલ્ટે એટલી ગતિથી એક થ્રો ફેંકયો જે સીધો અંબાતી રાયડુની પીઠ પર વાગ્યો હતો.

અંબાતી રાયડુ બોલ્ટના આ થ્રો થી નાખુશ નજરે પડ્યો હતો. રાયડુ કંઈ કહે એ પહેલાં વિકેટકીપર ટોમ લેથમે ખેલ ભાવનાનો પરીચય આપી તેમને સંભાળવાનું કાર્ય કર્યું હતું. લેથમે રાયડુને પકડીને તેમને ઈજા વિશે પૂછયું હતું. એટલુ જ નહીં રાયડુની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો હતો જેથી રાયડુને ઈજાની અસર ઓછી થાય. લેથમની આ ખેલ ભાવનાએ સ્ટેડિયમમાં હાજર ફેન્સનું દિલ જીતી લીધું હતું.

ભારતનો સ્કોર 300ને પાર કરવામાં મહત્વની ભાગીદારી નીભાવી

રાયડુએ આ મેચમાં ભારત માટે 49 બોલ પર 47 રનની ઈનિંગ્સ રમી ભારતનો સ્કોર 300ને પાર કરવામાં મહત્વની ભાગીદારી નીભાવી હતી. રાયડુના આઉટ થયા પછી ધોની અને જાદવે પાંચમી વિકેટ માટે 50થી વધુ રનોની ભાગીદારી કરી હતી. આ દરમિયાન જાદવે તાબડતોડ બેંટિગ કરી ફકત 10 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. ત્યાં જ ધોનીએ પણ 33 બોલમાં 48 રનોની મહત્વની ઈનિંગ્સ રમી હતી.

Related posts

ગજબ / મુંબઈથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં રાખેલી શબપેટીમાંથી મૃતદેહ ગાયબ

Damini Patel

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana

મોદીનો નવો પ્રયોગ ગુજરાતને મોંઘો પડ્યો: સરકાર બદલવાની લ્હાયમાં કોરોના ભૂલી ગયા, બે દિવસ મંત્રી વગર રહેલા ગુજરાતમાં કેસોનો રાફડો ફાટ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!