GSTV
Cricket Sports Trending

અંબાતી રાયડુના ટ્વિટથી મચી ગઈ બબાલ, આઈપીએલમાંથી સન્યાસની જાહેરાતના થોડા સમયમાં જ ટ્વિટ કરી દીધી ડિલિટ, આ છે મોટું કારણ

ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર બેસ્ટમેન અંબાતી રાયડૂએ શનિવારે આઈપીએલમાં સન્યાસની જાહેરાત કરી. રાયડુએ ટ્વિટ કરીને એની જાણકારી પોતાના ફેન્સને આપી પરંતુ કેટલાક સમયમાંજ તેણે પોતાનું આ ટ્વિટ ડિલીટ કરી દીધું. રાયડૂના ટ્વીટ ડીલિટ કર્યા પછી ક્રિકેટ બજારમાં વાત થવા લાગી છે કે ચેન્નઈ સુપર કિંગ્સમાં શું બધું ઠીકઠાક છે ને. આઈપીએલ 2022માં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ગત ચેમ્પિયન સીએસકે 8 મેચ હારીને પ્લેઓફની દોડમાંથી પહેલેથી જ બહાર થઈ ગયું છે. એવામાં ખેલાડીઓ દ્વારા આ સંકેત સારા માનવામાં આવતા નથી.

રાયડુએ ટ્વીટ કરતાં લખ્યું કે મને એ જાહેર કરતાં આનંદ થાય છે કે આ મારી આખરી આઈપીએલ હશે. આ લીગમાં રમવું અને 13 વર્ષ સુધી 2 મોટી ટીમનો હિસ્સો બનવાની સાથે શાનદાર સમય વીતાવ્યો છે. આ શાનદાર યાત્રા માટે મુંબઈ ઈન્ડિયન્સ અને સીએસકેને દિલથી ધન્યવાદ કહેવાનું પસંદ કરીશ.

આઈપીએલ શરૂ થયા પહેલા રવિન્દ્ર જાડેજાને સીએસકેનો નવો કેપ્ટન બનાવ્યો પરંતુ ખરાબ પરફોમન્સને કારણે જાડેજાને અડધી સિઝનમાંથી કપ્તાની પાછી ધોનીને સોંપી દીધી. જાડેજા ઈન્જર્ડ થતાં આઈપીએલમાંથી બહાર થયો. એના ટીમમાં બહાર થયા પછી રિપોર્ટ સામે આવ્યો કે ફ્રેન્ચાઈઝી અને ખેલાડીએ બંનેએ એકબીજાને સોશ્યલ મીડિયા પર અનફોલો કરી દીધા. એ પછી પણ સવાલ ઉઠ્યા હતા કે શું સીએસકેમાં સબ સલામત છે? એવામાં રાયડુના આ ટ્વીટે આ મુદ્દાને વધુ આગ આપી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના ધમાકેદાર બેટ્સમેન અંબાતી રાયડુએ આગામી સિઝનથી આઈપીએલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. અંબાતી રાયડુએ સોશિયલ મીડિયા પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. અંબાતી રાયડુએ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 12 મેચોમાં 27.10ની એવરેજથી 271 રન બનાવ્યા છે. આ સિઝનમાં તેના બેટમાંથી એક અડધી સદી પણ ફટકારી ચૂક્યા છે.

આવું છે અંબાતી રાયડુનું આઈપીએલ કરિયર

અંબાતી રાયડુએ વર્ષ 2010માં પોતાના આઈપીએલ કેરિયરની શરૂઆત કરી હતી. અંબાતી રાયડુ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહી ચૂક્યો છે. રાયડુ 2018થી ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમે છે. અત્યાર સુધીમાં અંબાતી રાયડુએ આઈપીએલમાં 187 મેચમાં 29.28ની એવરેજથી 4187 રન બનાવ્યા છે. રાયડુએ આઈપીએલમાં 22 અર્ધસદી અને 2 સદી ફટકારી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari

મોટા સમાચાર / આફ્રિકા વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની ઘોષણા, ‘જમ્મુ એક્સપ્રેસ’ ખેલાડીની એન્ટ્રી

Hardik Hingu
GSTV