IPL 2022 ની સિઝન ધૂમ મચાવી રહી છે. એ વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે ઝટકા સમાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના એક અનુભવી ખેલાડીએ IPLમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ ખેલાડી આ સિઝન પૂરી થયા બાદ તે આઈપીએલમાં રમતો જોવા નહીં મળે. આ ખેલાડીએ પોતાની બેટિંગના દમ પર ચેન્નાઈ સુપર કિંગ્સને આઈપીએલની ચેમ્પિયન પણ બનાવી છે.

આ ખેલાડીમાં નિવૃત્તિની જાહેરાત
ચેન્નાઈ સુપર કિંગ્સના ધમાકેદાર બેટ્સમેન અંબાતી રાયડુએ આગામી સિઝનથી આઈપીએલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. અંબાતી રાયડુએ સોશિયલ મીડિયા પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. અંબાતી રાયડુએ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 12 મેચોમાં 27.10ની એવરેજથી 271 રન બનાવ્યા છે. આ સિઝનમાં તેના બેટમાંથી એક અડધી સદી પણ ફટકારી ચૂક્યા છે.

Thank You Champion 🏆🙏 #ambatirayudu #Rayudu #CSK #Dhoni pic.twitter.com/CuqrCHzDVs
— Priyanshu sharma (@priyanshu_077) May 14, 2022
આવું છે અંબાતી રાયડુનું આઈપીએલ કરિયર
અંબાતી રાયડુએ વર્ષ 2010માં પોતાના આઈપીએલ કેરિયરની શરૂઆત કરી હતી. અંબાતી રાયડુ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહી ચૂક્યો છે. રાયડુ 2018થી ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમે છે. અત્યાર સુધીમાં અંબાતી રાયડુએ આઈપીએલમાં 187 મેચમાં 29.28ની એવરેજથી 4187 રન બનાવ્યા છે. રાયડુએ આઈપીએલમાં 22 અર્ધસદી અને 2 સદી ફટકારી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ