અંબાણીથી લઇને અમિતાભ બચ્ચન સુધી પીવે છે આ ખાસ ડેરીનું દૂધ,ભાવ જાણશો તો આંખો પહોળી થઇ જશે

અંબાણી પરિવાર, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર જેવી જાણીતી સેલેબ્રીટીઝના ઘરે પૂનાના મંચરમાં આવેલી ભાગ્યલક્ષ્મી ડેરીનું દૂધ જાય છે. આ ફાર્મ 27 એકરમાં ફેલાયેલું છે. તેમાં 3500 ગામ, 75 કર્મચારી અને તેના 12 હજાર કસ્ટમર્સ છે. આ ડેરીનું દૂધ 90 રૂપિયે લીટર વેચાય છે.

ફાર્મના  માલિક દેવેન્દ્ર શાહ પોતાને દેશનો સૌથી મોટો પશુપાલક ગણાવે છે. તે કાપડનો ધંધો છોડીને દૂધના બિઝનેસમાં આવ્યા. પ્રાઇડ ઑફ કાઉઝ પ્રોડક્ટ 175 કસ્ટમર્સ સાથે શરૂ કરવામાં આવ્યું હતું આજે તેમના મુંબઇ અને પુનામાં 12 હજારથી વધુ કસ્ટમર્સ છે. તેમાં અમિતાભ અને અંબાણી જેવા દિગ્ગજોનો પણ સમાવેશ થાય છે.

ગાયોને મળે છે આ ખાસ સુવિધાઓ

ગાયો આરઓનું પાણી પીવે છે. ગાયોની આસપાસ 24 કલાક સંગીત ચાલુ રહે છે.

ઋતુ પ્રમાણે ડોક્ટર ગાયોનું ડાયેટ નક્કી કરે છે.

દૂધ દોહતી વખતે રોટરીમાં જ્યાં સુધી ગાય રહે છે, ત્યાં સુધી જર્મન મશીનથી તેમનું મસાજ થતું રહે છે.

ગાયો માટે રબરના મેટ પાથરવામાં આવે છે અને તેને દિવસમાં 3 વાર સાફ કરવામા આવે છે.

આ છે દિલચસ્પ વાતો

અહીં કુલ 54 લીટર સુધી દૂધ આપતી ગાય છે.

જૂના કસ્ટમર્સના રેફરન્સ વિના નવા કસ્ટમર્સ નથી બનતા.

દર વર્ષે 7થી 8 હજાર પર્યટકો ફાર્મની મુલાકાતે આવે છે.

આટલી હાઇ ટેક છે ડેરી

ગાયનું દૂધ દોહવાથી લઇને બોટલિંગ સુધીનું સમગ્ર કામ ઓટોમેટિકલી થાય છે.


ફાર્મમાં પ્રવેશ થતાં પહેલાં પગ પર પાવડર છાંટીને તેને ડિસઇંફેક્શન કરવા જરૂરી છે.

દૂધ દોહતા પહેલાં દરેક ગાયનું વજન અને તાપમાન ચેક થાય છે.

બીમાર ગાયને સીધી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવે છે.

દૂધ સીધુ પાઇપ દ્વારા સાઇલોજમાં અને પછી પોશ્ચુરાઇઝ્ડ થઇને બોટલમાં પેક થઇ જાય છે.

એક વખતે 50 ગાયોનું દૂધ દોહવામાં આવે છે જેમાં સાત મિનિટ જેટલો સમય લાગે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter