GSTV

World’s Richest Family / જગતના સૌથી ધનવાન પરિવારોમાં અંબાણી છે 6ઠ્ઠા ક્રમે : જાણો સૌથી વધુ સંપતિ ક્યા ફેમિલી પાસે છે અને શું છે તેમનો બિઝનેસ?

Last Updated on September 20, 2021 by GSTV Web Desk

બ્લૂમબર્ગ દ્વારા World’s Richest Family ઈન્ડેક્સ રજૂ કરવામાં આવ્યો છે. જગતમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા પરિવારોમાં ભારતના અંબાણી પરિવારનો સમાવેશ થયો છે. મુકેશ અંબાણી ફેમિલી 93.7 અબજ ડોલર સાથે છઠ્ઠા ક્રમે છે. જગતના ધનપતિઓનું લિસ્ટ નિયમિત રીતે બનતું હોય છે પણ લિસ્ટ બિઝનેસ ચલાવતા પરિવારોનું છે.

ફેમિલી

લિસ્ટમાં પહેલા ક્રમે અમેરિકાનું વોલ્ટન ફેમિલી છે. આ ફેમિલી વોલમાર્ટ નામે આખા જગતમાં 10500 જેટલા સુપર સ્ટોર ધરાવે છે. સામ વોલ્ટને 1962માં તેની સ્થાપના કરી હતી. વોલ્ટન ફેમિલીની સંપતિ 238.2 અબજ ડોલર છે અને ત્રીજી પેઢી બિઝનેસમાં કાર્યરત છે. લિસ્ટ મુજબ વિશ્વના સૌથી વધુ સંપતિ ધરાવતા પ્રથમ 25 પરિવાર પાસે કુલ મળીને 1.7 ટ્રિલિયન ડોલર (લાખ કરોડ)ની સંપતિ છે. આ બધા પરિવારોની સંપતિમાં એકલા 2020માં જ 312 અબજ ડોલર જેટલો વધારો થયો છે. 2019 કરતા પરિવારોની કુલ સંપતિ 22 ટકા વધી છે.

ફેમિલી
  • બીજા ક્રમે માર્સ ફેમિલી છે, જે માર્સ ઈન્કોર્પોરેટેડ નામે કેન્ડી અને પેટ્સ ફૂડની કંપની ધરાવે છે. ફેમિલીની સંપતિ 141.9 અબજ ડોલર આંકવામાં આવી છે.
  • ત્રીજા ક્રમે અમેરિકાનો કોચ પરિવાર છે, જે અમેરિકામાં અનેક પ્રકારના બિઝનેસ અને સૌથી મોટી પ્રાઈવેટ કંપની ધરાવે છે. તેમની સંપતિ 124.2 અબજ ડોલર છે.
  • લક્ઝરી ગૂડ્સ કંપની હર્મ્સની માલિકી ધરાવતો હર્મ્સ પરિવાર 111.6 અબજ ડોલર સાથે ચોથા ક્રમે છે.
  • પાંચમા ક્રમે કોઈ કંપની નથી પરંતુ સાઉદી અરબનો રોયલ પરિવાર છે. અલ સાઉદ નામે ઓળખાતા રાજવી પરિવાર પાસે 100 અબજ ડોલરથી વધારે સંપતિ છે.
  • સાતમા ક્રમે વેર્ટમાયર પરિવાર છે જે ચેનલ નામે લક્ઝરી પ્રોડક્ટ વેચે છે. તેમની સંપતિ 61.8 અબજ ડોલર છે.
  • ફાઈન્સ ક્ષેત્રે કામ કરતો જોન્સન પરિવાર 61.2 અબજ ડોલરની સંપતિ ધરાવે છે.
  • થોમસન રોઈટરની માલિકી ધરાવતો થોમસન પરિવાર 61.1 અબજ ડોલર સાથે 9મા ક્રમે છે.
  • જર્મન દવા ઉત્પાદક કંપની બોહરિંગર 59.2 અબજ ડાલર સાથે દસમા નંબરે છે.

Read Also

Related posts

વિવાદિત દરખાસ્ત / કમર તોડી નાખે તેવી મોંઘવારી વચ્ચે શહેરીજનો પર કરબોજ વધારવાની તૈયારીમાં AMC

GSTV Web Desk

સીટ શેરિંગ ફોર્મુલા / પંજાબમાં ભાજપ 65 બેઠકો પર લડશે ચૂંટણી, કેપ્ટનના વહાણમાં આટલા લોકો થશે સવાર

GSTV Web Desk

Gujarat Corona Update / છેલ્લા 24 કલાકમાં 25ના મોત, રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા પણ મોતનો આંકડો વધ્યો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!