GSTV
Home » News » જેટ એરવેઝમાં મુકેશ અંબાણી કરશે રોકાણ ?

જેટ એરવેઝમાં મુકેશ અંબાણી કરશે રોકાણ ?

5 lessons from mukesh

જેટ એરવેઝ માટે રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે. એશિયાનાં સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી જેટ એરવેઝમાં હિસ્સો ખરીદી શકે છે. ફક્ત જેટ જ નહીં. પરંતુ એર ઈન્ડિયામાં અંબાણી હિસ્સો ખરીદીવાની યોજના બનાવી રહ્યા છે. મીડિયાનાં રિપોર્ટ પ્રમાણે અંબાણી જેટમાં હિસ્સો ખરીદવા માટે ઉત્સુક છે.

ચાર મહિનાથી સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝે બુધવારે તેની છેલ્લી ઉડાણ ભરી હતી. જેટ એરવેઝ બંધ થયા બાદ અંદાજિત 22 હજાર લોકોની નોકરી પર જોખમ ઉભું થયું છે. કર્મીઓ માટે જીવનનિવાહ માટેની સમસ્યા ઉભી થઈ ગઈ છે. જેટ એરવેઝ બંધ થઈ જવાને કારણે કર્મીઓએ દિલ્હીનાં જંતર મંતર પર જેટને બચાવો, અમારા પરિવારને બચાવો તેવા સુત્રોચ્ચાર કર્યા હતા.

jet airways

સૂત્રો દ્રારા મળતી જાણકારી પ્રમાણે મુકેશ અંબાણી જેટ એરવેઝમાં હિસ્સો ખરીદી શકે છે. જો  આ વાત સાચી થશે તો જેટનાં 22 હજાર કર્મીઓની નોકરી બચી જશે. અંબાણી જેટમાં હિસ્સો એતિહાદ એરવેઝ દ્રારા ખરીદી શકે છે. જેટ એરવેઝમાં એતિહાદની 24 ટકાનો હિસ્સો છે.અને જાણવા મળી રહ્યું છે કે મુકેશ અંબાણી એતિહાસ દ્રારા જેટમાં રોકાણ કરી શકે છે. રોકાણ બાદ જેટ એરવેઝમાં એતિહાસની 49 ટકા હિસ્સો થઈ જશે.

મુકેશ અંબાણી એર ઈન્ડિયામાં પણ રોકાણ કરી શકે છે. રિપોર્ટનાં પ્રમાણે દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાને સંકટમાંથી બહાર નિકાળવા અંબાણી આ કદમ લઈ શકે છે. જેટ અને એર ઈન્ડિયાને ગયા નાણાકીય વર્ષમાં મોટી ખોટ થઈ હતી.

READ ALSO

Related posts

સાબરકાંઠાના સારસ્વત ઉમાશંકર જોશીની 160મી જન્મ જયંતી, ગુજરાતી ભાષાને પોતાની કવિતાઓ થકી કરી સમૃદ્ધ

Path Shah

શીલા દીક્ષિતનો પાર્થિવદેહ પંચ મહાભૂતમાં વિલીન, લોકોએ ભીની આંખોએ આપી અંતિમ વિદાઈ

Mansi Patel

મોદી સરકારને લાગ્યો મોટો ઝટકો, વર્લ્ડ બેંકે વિકાસશીલ દેશનો ટેગ માર્ક હટાવી દીધો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!