વિશ્વમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં મુકેશ અંબાણીની ચર્ચા છે. સાથે સાથે મુકેશ અંબાણી વિશ્વના સૌથી ટોપના પાંચ ધનાઢ્ય લોકોની યાદીમાં નામ ધરાવે છે તો બીજી તરફ તેમના સગા ભાઈ અનિલ અંબાણી દેવાના ડુંગર નીચે દબાયેલા છે. ગઇકાલે જ યસબેંકે તેમની શાંતાક્રુઝ ખાતેનું રિલાયન્સ સેન્ટર ૨૮૯૨ કરોડનું દેવું ભરપાઈ નહીં કરવા બદલ જપ્ત કર્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વની ટોપ-૫૦ કંપનીઓમાં આવે છે. ગુગલ, ફેસબુક જેવી વૈશ્વિક કંપનીઓ સાથે તેમણે હાથ મિલાવ્યા છે. જ્યારે તેમના ભાઈ અનિલ અંબાણીના માથે કુલ ૯૩૯ અબજ રૂપિયાનું દેવું છે.
વિશ્વમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં મુકેશ અંબાણીની ચર્ચા

મુકેશ અંબાણી વિશ્વના સૌથી ટોપના પાંચ ધનાઢ્ય લોકોની યાદીમાં
રિલાયન્સ ગૃપના ચેરમેન અનિલ અંબાણીની મુંબઇ ખાતેની શાંતાક્રુઝમાં આવેલા હેડક્વાર્ટસનો કબજો લઇ લીધો છે. અનિલ ધીરૂભાઈ અંબાણી ગૃપ (ADAJ) યસ બેંકે આપેલા ૨,૮૯૨ કરોડ છેલ્લા સમય મર્યાદામાં ચૂકવી ના શકતા હેડક્વાર્ટરનો કબજો લીધો હતો. આ હેડક્વાર્ટર રિલાયન્સ સેન્ટર તરીકે ઓળખાતું હતું. દક્ષિણ મુંબઇના શાંતાક્રૂઝ ખાતે આવેલ નગીન મહેલની ૨૧,૦૦૦ સ્કેવર ફૂટનું મકાન તેમજ તેના બે ફ્લોરનો કબજો યસ બેંકે લઇ લીધો હતો. યસ બેંકના નાણા ચૂકવવા બાબતે એન્ફોર્સમેન્ટ ડીરેકટરોરેટે ગત માર્ચમાં અનિલ અંબાણીની પૂછપરછ કરી હતી. યસ બેંકના કૌભાંડી સ્થાપક રાણા કપુર સાથેના સંબંધો અંગે અનિલ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ ગૃપના કોઈ સીધા કે આડકતરા સંબંધો રાણા કપુર કે તેમની પુત્રીઓ સાથે નથી.
ગા ભાઈ અનિલ અંબાણી દેવાના ડુંગર નીચે દબાયેલા
ગત ૬ મેના રોજ યસ બેંકે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચરના બાકી ૨,૮૯૨.૪૪ કરોડ ભરવા જણાવ્યું હતું. જુલાઈ ૨૯નારોજ બેંકે ગૃપની ત્રણ પ્રોપર્ટી કબજે કરી હતી. ૨૦૧૮માં અનિલ અંબાણીએ મુંબઇનો એનર્જી બિઝનેસ અદાણી ટ્રાન્સમીશનને ૧૮,૮૦૦ કરોડમાં વેચીને દેવું ૭,૫૦૦ કરોડનું દેવું ઘટાડયું હતું. એક સમયે જે અનિલ અંબાણીનું વિશ્વના ટોપના પૈસાદાર લોકોની યાદીમાં નામ હતું તે અંબાણી આર્થિક ક્ષેત્રે સાવ તૂટી ગયા હતા. ચીનની સૌથી મોટી બેંકને લાખો-કરોડો ચૂકવવાના બાકી છે. ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શીયલ બેંક ઓફ ચીને લંડનમાં અનિલ અંબાણી સામે કેસ કરવાનું કહ્યું હતું. તેમની ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન પણ દેવામાં ડૂબેલી છે.

અનિલ અંબાણી દેવા સામે યુદ્ધ કરી રહ્યા હોય તેમ લાગે છે
અનિલ અંબાણી દેવા સામે યુદ્ધ કરી રહ્યા હોય તેમ લાગે છે. ગત ૧૧ જુને તેમણે એવો દાવો કર્યો હતો કે તેમની કેટલીક મિલકતો વેચીને તેમણે ૩૫૦ અબજ રૂપિયા ચૂકવ્યા હતા. તેમ છતાં મોટી રકમનું દેવું બાકી રહેતું હતું. રિલાયન્સ ગૃપની ચાર મોટી કંપનીઓનુંકુલ દેવું ૯૩૯ અબજ રૂપિયાનું છે. જેમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સનો સમાવેશ થતો નથી કેમ કે તાજેતરમાં જ તે નાદારીમાં સરકી ગઈ છે. રિલાયન્સ ગૃપની ચાર મોટી કંપનીઓ પૈકી રિલાયન્સ કેપીટલનું ૩૮૯ અબજ ડોલર રિલાયન્સ પાવરનું ૩૦૨ અબજ રૂપિયા, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચરના ૧૭૮ અબજ રૂપિયા અને રિલાયન્સ કેબલના ૭૦ અબજ રૂપિયાનો સમાવેશ થાય છે.

ગત જાન્યુઆરીમાં જ્યારે સેબીએ લોન ચૂકવણીમાં ધાંધીયા કરતી ૬૦ કંપનીઓની યાદી બહાર પાડીને કહ્યું હતું કે આ કંપનીઓ પાસેથી બેંકોને ૭૫,૦૦૦ કરોડ રૂપિયા લેવાના છે. જેમાં અનિલ અંબાણી ગૃપને સૌથી વધુ ચૂકવવાના હતા. જેમાં રિલાયન્સ પાવરને ૪૩,૮૦૦ કરોડ બેંકોને ચૂકવવાના હતા તો રિલાયન્સ કોમ્યુનિકેશનને ૩૨,૫૭૫ કરોડ રૂપિયા બેંકોને ચૂકવવાના હતા.
READ ALSO
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા