GSTV
ટોપ સ્ટોરી

મોટા સમાચાર : કોરોના સંક્રમણને અટકાવવા મોટો નિર્ણય, આગામી આ તારીખ સુધી અંબાજી મંદિર સહિત ટ્રસ્ટ હસ્તકનાં પેટા મંદિરો રહેશે બંધ

અંબાજી

ગુજરાતમાં સતત કોરોનાનાં કેસો વધી રહ્યાં છે. એવામાં ગઇ કાલે ગુજરાત સરકારે કોરોનાની નવી ગાઇડલાઇન બહાર પાડી હતી. જેમાં સરકારને કુલ 27 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં મૂક્યો હતો. તદુપરાંત સરકારની ગાઇડલાઇન મુજબ રાજ્ય સરકારે લગ્ન સમારોહથી માંડીને સામાજીક, ધાર્મિક અને રાજકીય મેળાવડામાં માત્ર 150 જણાંને મંજૂરી આપી છે. એવામાં ધાર્મિક સ્થળોએ પણ કોરોનાનાં કેસો વધતા પ્રતિબંધો લાગવા લાગ્યાં છે. ત્યારે તાજેતરમાં જ અંબાજી મંદિર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અંબાજી મંદિર, ગબ્બર મંદિર, એકાવન શક્તિપીઠ પરિક્રમાર્ગનાં મંદિરો અને ટ્રસ્ટ હસ્તકનાં પેટા મંદિરો તારીખ 23 જાન્યુઆરી 2022નાં રોજથી તારીખ 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

Ambaji

અગાઉ 15થી 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો

ઉલ્લેખનીય છે કે, સુપ્રસિદ્ધ યાત્રાધામ 51 શક્તિપીઠ અંબાજી મંદિર કોરોના સંક્રમણ લઈને અગાઉ 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. યાત્રાધામ અંબાજીમાં અગમચેતીના ભાગરૂપે સંક્રમણ ન ફેલાય તે હેતુથી વ્યવસ્થાપક સમિતિ દ્વારા અંબાજી મંદિર ગબ્બર મંદિર 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો 15 જાન્યુઆરી 2022 થી 22 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

READ ALSO :

Related posts

ગુજરાત ચૂંટણી / પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર થશે મતદાન,  788 ઉમેદવારો છે મેદાનમાં

Nakulsinh Gohil

વડોદરા / ગુજરાતની ચૂંટણીમાં US રાષ્ટ્રપતિ જો બાયડેનની ચર્ચા, જાણો શું છે સમગ્ર મામલો

Nakulsinh Gohil

અમદાવાદ / તબિયત બગડી છતાં અમિત શાહે વડોદરાની સભા રદ્દ કરી વેજલપુરની સભા સંબોધી

Nakulsinh Gohil
GSTV