કોરોનાને અટકાવવા માટે અંબાજી મંદિર, ગબ્બર મંદિર તથા પેટા મંદિરો 31 જાન્યુઆરી સુધી દર્શન માટે બંધ કરવામાં આવ્યા હતા. જોકે હવે કોરોનાના કેસો ઘટતા મંદિર કેટલાક પ્રતિબંધો સાથે ફરી ખોલવાનો નિર્ણય અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.

અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે 28 જાન્યુઆરી 2022થી ગૃહવિભાગના હુકમ અન્વયે વિવિધ નિયંત્રણો 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવવામાં આવેલ ચે. જેમા તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ એકત્રિત થઇ શકે તેવા નિયંત્રણો મુકવામાં આવેલ છે. તેથી 1 ફેબ્રુઆરી 2022 એટલે મંગળવારથી દર્શન વ્યવસ્થા શરૂ કરી અંબાજી મંદિરના દર્શન કોવીડ 19ની ગાઈડલાઈનને અનુસરીને શરૂ કરવામાં આવશે.

દર્શનના સમયને લઈને પણ અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. યાત્રાળુઓ માટે દર્શનનો સમય સવારે સવારે 7.30થી 11.30, બપોરે 12.30થી 4.15 અને સાંજે 7થી 9 કલાકનો રહેશે. 18 વર્ષથી ઉપરના તમામ દર્શનાર્થીઓએ ફરજિયાત ઓનલાઇન બુકિંગ કરાવવાનું રહેશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં