આજે પોષ પૂનમ એટલે અંબા માતાનો પ્રાગટ્ય દિવસ, ભાવિકો માટે મહાપ્રસાદનું પણ આયોજન

આજે પોષ પૂનમ એટલે અંબા માતાનો પ્રાગટ્ય દિવસ. ત્યારે અંબાજી સહિત વિવિધ મંદિરોમાં ઉજવણી થઈ રહી છે. જૂનાગઢમાં ગિરનાર પર્વતની ચોટી પર બિરાજમાન અંબાજી માતાના મંદિરમાં પણ પ્રાગટ્ય મહોત્વ ઉજવાયો. વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં ભાવિકોનો અવિરત પ્રવાહ ગિરનાર આવી રહ્યો છે. અને આજના વિશેષ દિવસે માતાજીના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરી રહ્યાં છે. તો મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું. ગિરનાર પર્વતની આસપાસ વાદળો છવાઈ ગયા છે. જે ખૂબ મનોહર દ્રશ્ય જોઈને પણ લોકો રોમાંચિત થઈ ગયા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter