GSTV
Banaskantha ગુજરાત ટોપ સ્ટોરી

મોટા સમાચાર / રાજ્યમાં કોરોનાના કેસો વધતા અંબાજી ટ્રસ્ટ દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, 15 જાન્યુઆરીથી આ તારીખ સુધી મંદિર દર્શાનાર્થીઓ માટે રહેશે બંધ

અંબાજી ટ્રસ્ટ

રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આજરોજ રાજ્યમાં 11 હજાર જેટલા નવા કોરોના કેસ નોંધાયા છે. ત્યારે અંબાજી ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી દ્વારા પોષી પુનમના દિવસે શોભાયાત્રા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી દર્શાનાર્થીઓ માટે મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગૃહ વિભાગની સુચનાને ધ્યાને રાખી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીની વ્યવસ્થાપક સમિતિની આજરોજ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી વ્યવસ્થાપક સમિતિ દ્વારા શ્રી અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો, ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો 15 જાન્યુઆરી, 2022થી 22 જાન્યુઆરી, 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર સાંજની આરતીનું જિવંત પ્રસારણ કરવામાં આવશે.

આરોગ્યમંત્રી કોરોનાને લઈ આપી માહિતી

કોરોનાને લઈ આજરોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી છે. કોરોનાની સ્થિતિને લઈને તેમણે આજરોજની પત્રકાર પરિષદમાં જાણકારી આપી છે. રાજ્યમાં આજે 11 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે તેમ તેમણે જણાવ્યું હતું. 248 દિવસ બાદ આજરોજ સરેરાશ 11 હજાર જેટલા કેસ નોંધાયા છે.

કોરોના

પત્રકાર પરિષદમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ રાજ્ય સરકારની તડામાર તૈયારીઓ છે. કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે તડામાર તૈયારીઓ રાજ્ય સરકાર કરી રહી છે. આવનારા સમયમાં કેસ વધે તોપણ મુશ્કેલી ના પડે તેની સંપૂર્ણ તૈયારી રાજ્ય સરકારની છે.
રાજ્ય સરકારની તડામાર તૈયારી

  • કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તડામાર તૈયારીઓ
  • આવનારા સમયમાં કેસ વધે તો પણ મુશ્કેલી ના પડે તેની સંપૂર્ણ તૈયારી
  • અલગ અલગ 14 જેટલી ટીમ બનાવાઈ
  • રાજ્યમાં કુલ કેસના 81 ટકા કેસ મહાનગરોમાં
  • રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે જઈને કરે છે સર્વેલાન્સ
  • 43,726 એક્ટિવ કેસ
  • 35 હજાર 311 કેસ મહાનગરોમાં એક્ટિવ
  • રાજ્યમાં 1800 ધન્વંતરી રથ કાર્યરત
  • સરકારે જિલ્લાવાર કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી
  • પહેલી ડિસેમ્બરથી અત્યાર સુધી 30 લાખ ટેસ્ટ કરાયા

આરોગ્ય પ્રધાને જણાવ્યું કે રાજ્યમાં હાલ 43,726 એક્ટિવ કોરોના કેસ છે. તેમાથી 35 હજાર 311 કેસ મહાનગરોમાં એક્ટિવ છે. રાજ્યમાં હાલ 1800 ધન્વંતરી રથ કાર્યરત છે. સરકારે જિલ્લાવાર કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી છે. પહેલી ડિસેમ્બરથી અત્યાર સુધી 30 લાખ ટેસ્ટ કરાયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર

GSTV Web Desk

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari
GSTV