GSTV

ભારતના રસ્તાઓ પર ટૂંક સમયમાં દોડશે Amazonની ઈ-રિક્ષા, પ્રદૂષણમાં મળશે રાહત

ઈ કોમર્સ વેબસાઈટ Amazon ટૂંક સમયમાં જ ભારતમાં પ્રદૂષણ અને ક્લાઈમેટ ચેન્જથી લડવા માટે ઈલેક્ટ્રિક રિક્શા બનાવવા જઈ રહ્યું છે. એમેઝોનના સીઈઓ જેફ બેજોસે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે કંપની ભારતમાં ઈલેક્ટ્રિક રિક્શા બનાવી રહી છે. જણાવી દઈએ કે ભારતમાં ઈ-રિક્ષાનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. કાઈનેટિક, હીરો ઈલેક્ટ્રિક અને મહિંદ્વાર જેવી કંપનીઓ બે વર્ષ પહેલાથી જ સેગમેન્ટમાં છે. પરંતુ માર્કેટમાં તેમની પકડ હજુ પણ નથી બની રહી. ભારતના રસ્તાઓ પર હાલ લગભગ 15 લાખ બેટરીથી ચાલતા થ્રી-વ્હીલર્સ દોડે છે.  

શાનદાર ગ્રોથ

ખાસ કરીને 2015 બાદથી બેટરી રિક્શા સેગમેન્ટ ઝડપથી વધ્યો છે. આ સેગમેન્ટમાં 2015થી દર વર્ષે 20 ટકાનો ગ્રોથ જોવામાં આવ્યો છે અને તેના કારણે સાયકલ રિક્ષા માર્કેટથી લગભગ ગાયબ જ થઈ ગઈ છે. જોકે આ સેગમેન્ટનું વધુ પડતુ વેચાણ અસંગઠિત સેક્ટરમાં થાય છે. જેના કારણે કેટલા ઈ-રિક્ષાનું વેચાણ થઈ રહ્યું છે તેની જાણ થવી મુશ્કેલ છે.  

અસંગઠિત ક્ષેત્રમાં છે તેજી

ઉત્તર પ્રદેશ, પશ્વિમ બંગાળ, દિલ્લી અને બિહારમાં ઈ-રિક્ષા સૌથી વધુ લાસ્ટ-માઈલ કનેક્ટિવિટીના રૂપમાં ઉભરી રહ્યા છે. વાહન પોર્ટલ ડેટા અનુસાર, માર્કેટમાં અસંગઠિત ક્ષેત્રમાં દર મહિને લગભગ 10 હજાર ઈ-રિક્ષાનું વેચાણ કરી રહી છે. જ્યારે સંગઠિત ક્ષેત્રમાં દર મહિને ફક્ત 1500થી 2000 બેટરી વાળા રિક્ષા વેચવામાં આવી રહ્યા છે. ઈ-રિક્ષાનું માર્કેટ ઉત્તર ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઈ-રિક્ષાના અસંગઠિત ક્ષેત્રમાં વધવાનું એક મોટુ કારણ ઓછી કિંમત છે. અસંગઠિત ક્ષેત્રમાં ઈ-રિક્ષાની કિંમત જ્યાં લગભગ 40 હજાર રૂપિયાથી શરૂ થાય છે. ત્યાં જ સંગઠિત ક્ષેત્રમાં ઈ-રિક્ષા એક લાખ રૂપિયાથી વધુમાં વેચી શકાય છે.  

Read Also

Related posts

લોકડાઉનમાં સિનેમા સંચાલકોની હાલત કફોડી, સિનેમા ક્યારે શરૂ થશે તે પણ હજુ નક્કી નથી

Nilesh Jethva

VIDEO: હવામાં ઉડતા વિમાનો તો જોયા હશે, પણ તે કેમેરામાં કઈ રીતે કેદ થાય છે જોયુ છે ક્યારેય !

Pravin Makwana

કોરોના ટેસ્ટિંગમાં ઘાલમેલઃ સરકારી રિપોર્ટમાં નેગેટીવ તો પ્રાઈવેટ લેબમાં પોઝીટીવ, ક્યો રિપોર્ટ સાચો ને ક્યા આધારે કરાવવી સારવાર?

Karan
Do NOT follow this link or you will be banned from the site!