GSTV
Home » News » એમેઝોને ભૂલથી ૧૩,૦૦૦ ડોલરનો કેમેરા લેન્સ માત્ર ૯૪ ડોલરમાં વેંચ્યો!

એમેઝોને ભૂલથી ૧૩,૦૦૦ ડોલરનો કેમેરા લેન્સ માત્ર ૯૪ ડોલરમાં વેંચ્યો!

એમેઝોન પ્રાઈમ ડેના દિવસે કંપનીએ જે ઓફર્સ આપી એમાં એક મોટી ગરબડ સર્જાઈ હતી. અમેરિકામાં એમેેઝોને સોનીના કેમેરા લેન્સ ઉપર માતબર ૯૯ ટકા ડિસ્કાઉન્ટ ભૂલથી આપી દીધું હતું. ૧૩,૦૦૦ ડોલરનો કેમેરા ઘણાં ગ્રાહકોને માત્ર ૯૪ ડોલરમાં મળી ગયો હતો.

એમેઝોન પ્રાઈમ ડે નિમિત્તે કંપનીએ દુનિયાભરમાં ડિસ્કાઉન્ટ આપ્યું હતું. અમેરિકામાં આપેલા ડિસ્કાઉન્ટમાં મોટી ગરબડ સર્જાઈ હતી. સોનીનો આલ્ફા એ-૬૦૦૦ અને તેની સાથે ૧૬ એમએમનો ઝૂમ લેન્સની મૂળ કિંમત ૧૩૦૦૦ ડોલર હતી. એમાં કંપનીએ માતબર ઓફર મૂકીને ૫૪૮ ડોલરમાં રજૂ કરવાનું વિચાર્યું હતું, પરંતુ કંઈક ગરબડ સર્જાઈ હતી તેના કારણે એ લેન્સ માત્ર ૯૪ ડોલરમાં ગ્રાહકોને મળ્યો હતો.

જેવી આ ઓફર રજૂ થઈ કે તરત જ ગ્રાહકોએ તેમાં ભારે રસ બતાવ્યો હતો. ૯૯ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળતું હતું એટલે ગ્રાહકો ઓર્ડર કરવા લાગ્યા હતા. જેમણે શરૂઆતમાં ઓર્ડર કરી દીધો હતો એના સુધી લેન્સ પહોંચાડવાની વ્યવસ્થા પણ થઈ હતી, પરંતુ ભૂલ ધ્યાનમાં આવી તે પછી કંપનીએ તેમાં ફેરફાર કરી દીધો હતો.

ઘણાં ભારતીય ગ્રાહકોએ એમેઝોનના પ્લેટફોર્મ ઉપર એવી કમેન્ટ કરી હતી કે તેમને પણ આ લેન્સ માત્ર ૯૪ રૂપિયામાં મળ્યો હતો. કંપનીએ ભારતમાં આ લેન્સની કિંમત ૩૪,૯૯૦ રાખી હતી. જોકે, આ બાબતને સમર્થન મળ્યું ન હતું અને ઘણાં યુઝર્સે વળતો જવાબ આપ્યો હતો એ કેમેરા અલગ મોડેલનો હતો.

કેનોનના કેમેરામાં પણ ભારે છૂટછાટ આપવામાં ગરબડ થયાનું કહેવાય છે. ૬૫૦૦૦ ડોલરનો કેમેરા માત્ર ૫૦૦ ડોલરમાં મળ્યો હોવાનો દાવો ઘણાં ગ્રાહકોએ કર્યો હતો. જોકે, એમેઝોને તે બાબતે કોઈ જ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું.

READ ALSO

Related posts

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar

જન્માષ્ટમી : દિકરા આઝાદે પિતા આમિર ખાનની પીઠ ઉપર ચઢીને ફોડી દહી હાંડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva

VIDEO : આ મહિલાને મોબાઈલ ઉપર એટલો પ્રેમ કે ઓટોમાં ભુલી ગઈ બાળક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!