GSTV
Home » News » ચીનમાં સર્વિસ બંધ કરશે Amazon, અલીબાબા ગ્રુપ સાબિત થયો સૌથી મોટો પડકાર

ચીનમાં સર્વિસ બંધ કરશે Amazon, અલીબાબા ગ્રુપ સાબિત થયો સૌથી મોટો પડકાર

દુનિયાની સૌથી મોટી ઈ કોમર્સ વેબસાઈટ એમેઝોને ચીનમાં પોતાની સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી છે. એમેઝોનનું કહેવું છે કે, તે 18 જૂલાઈ 2019થી ચીનમાં તેની ઓનલાઈન સર્વિસ બંધ કરશે. એમેઝોને  આ નિર્ણય તેને ચીનમાં બિઝનેસ કરવામાં પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને લીધો છે. અમેરિકાની બેસ્ટ કંપનીને ચીનની લોકલ કંપનીઓ સાથેની હરિફાઈ મુશ્કેલ લાગી રહી છે.

એમેઝોન જ નહીં પરંતુ ફેસબુક પણ આજ સુધી ચીનમાં પોતાની જગ્યા નથી બનાવી શક્યું. ગૂગલને પણ ચીનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચીનમાં અલીબાબા ગ્રુપની 82 ટકા ઈ-કોમર્સ પર પકડ છે.

અમેઝોને તેના સેલર્સને સર્વિસ બંધ કરવાની જાણકારી આપવાનું શરૂ કરી દીધુ છે. અમેઝોને કહ્યુ હતુકે, અમે અમારા સેલર્સ અને ગ્રાહકો સાથે સારા સંબંધ બનાવી રાખવા માગીએ છીએ. ચીનમાં સર્વિસ બંધ કર્યા બાદ પણ અમેઝોન ચીનનાં સેલર્સનાં પ્રોડક્ટ ગ્લોબલ માર્કેટમાં વેચશે. જોકે, ચીનનાં શોપકીપર અમેઝોન પાસેથી કશું ખરીદી શકશે નહી.

અમેઝોન આગામી 90 દિવસમાં ચીનમાં સર્વિસ બંધ કરવાને લઈને મોટા પગલાં ભરી શકે છે. અમેઝોનનું માનવું છેકે, તે ગ્લોબલ સ્ટોર દ્વારા ચીનમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા પર ફોક્સ કરશે. તેના સિવાય અમેઝોન તેની પ્રાઈમ સર્વિસને ચીનમાં વધારવા માંગે છે.

Read Also

Related posts

અમરેલી: બાબરાના સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સ ખખડધજ હાલતમાં, દર્દીના પરિવારજનોએ મારવા પડ્યા ધક્કા

Bansari

World cup 2019: ભારત પાસે વિજયની ‘અડધી સદી’ પૂરી કરવાની શાનદાર તક

Bansari

ઉપરાષ્ટ્રપતિ વેંકયા નાયડુ બાદ નીતીન ગડકરીએ પણ એકિઝટ પોલ સામે ઉઠાવ્યા સવાલ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!