ઈ-કૉમર્સ સેક્ટરની જાણીતી કંપની અમેઝન તેની સૌથી મોટી ઓફિસ ભારતમાં બનાવી રહી છે. અમેઝન ઈન્ડિયાની હૈદરાબાદમાં નવી રહેલ નવું હેડક્વાર્ટર કંપનીના એ પ્લાન્સની ઝલક બતાવે છે, જે ભારત માટે બનાવેલ છે. આ બિલ્ડિંગની ઊંચાઈ 86 મીટર રહેશે, બિલ્ડિંગમાં 49 લિફ્ટ લગાવવામાં આવશે. આ કેમ્પસમાં અમેઝન કંપનીના 15 હજાર કરતાં વધારે કર્મચારીઓ માટે ઝુમ્બા ક્લાસિસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અમેઝને ભારતમાં પહેલી સાઈટ 2013માં લૉન્ચ કરી હતી. ત્યારથી જ વૉલમાર્ટ સાથે તેની લડાઈ ચાલી રહી છે, કારણકે તેણે ક્લિપકાર્ટમાં 77 ટકા શેર ખરીદ્યા છે.

અમેઝને ભારતમાં ઈન્વેસ્ટ કરવા માટે 5 બિલિયન ડૉલર ફાળવ્યા છે.

અમેઝનના ગ્લોબલ ઓપરેશન્સમાં ભારતની ભૂમિકા બહુ મોટી છે. અહીં 62,000 ફૂલ ટાઇમ સ્ટાફ અને 1,55,000 કૉન્ટ્રાક્ટ કર્મચારીઓ છે.

અમેઝન અને ફ્લિપકાર્ટને ટક્કર આપવા માર્કેટમાં રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝએ એન્ટ્રી કરી છે, જેનાથી આ સેક્ટર વધારે રસપ્રદ બની ગયું છે, મહત્વનું છે કે, નવા ઈ-કોમર નિયમો બાદ આ કંપનીઓ માટે કારોબાર વધારવો એક મોટો પડકાર રહેશે.

નૉસલૉમ અને પ્રાઈસવૉટરહાઉસકૂપર્સ અનુસાર, ભારતમાં 2022 સુધીમાં ઈ-કૉમર્સ ત્રણ ઘણું વધવાની શક્યતા છે.