જો AMAZONએ આ ઓર્ડર નહીં માન્યો તો તેનું અસ્તિત્વ ભૂસાઈ જવાની શક્યતા, બેન કરવાની ધમકી

આજે ઓનલાઈન કે ઓફલાઈન, વિવાદ તો જાણે એક હવાની જેમ મહેસુસ થાય છે. એકવાર ફરી AMAZON કંપની વિવાદમાં આવી છે. ઇ કોમર્સ કંપની AMAZONએ પોતાના પોર્ટલ પર એક ટોયલેટ સીટને વેચાણ માટે રાખી છે જે હવે વિવાદનું કારણ બન્યું છે. AMAZON પર વેચાણ માટે એક ટોયલેટ સીટ મુકવામાં આવી છે જેના પર ગોલ્ડન ટેમ્પલની તસવીર લગાવેલી છે. આ રીતે વિવાદિત પ્રોડક્ટના વેચાણથી નારાજ લોકોએ AMAZON પાસે તેને તરત જ કાઢી નાખવાની માંગ કરી છે.

હકીકતમાં હરિમદર સાહેબ અથવા સુવર્ણ મંદિર શીખ લોકોનું મુખ્ય ધર્મ સ્થળ છે. અહીં શીખ અને બીજા ધર્મોનાં લોકોની આસ્થાઓ જોડાયેલી છે. દિલ્હીના રાજૌરી ગાર્ડનથી શિરૉમણી અકાલી દળના ધારાસભ્ય મનજીંદર સિંહ સિરસાએ આ ફોટો સાથે એક ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું છે કે એમેઝોન પરથી તરત જ આ પ્રોડક્ટને કાઢી નાખો અને તેને વેચનાર કંપનીને બેન કરવાની માંગ કરી છે.

મનજીંદર સિંહ સિરસાએ તેના ટ્વિટર પર લખ્યું કે ‘આ પ્રકારની પ્રોડક્ટ ધાર્મિક ભાવનાઓને હાનિ પહોંચાડે છે અને આ પ્રોડક્ટના વર્ણનમાં પણ ધર્મસ્થળ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને છતા પણ તમે તમારા પોર્ટલ પર વેચો છો. હું એમેઝોનને ચેતવણી આપું છું કે તરત જ આ પ્રોડક્ટને કાઢી નાખે અને તેને વેચવાવાળી કંપનીને પણ બેન કરવામાં આવે. અને જો આવુ ન કર્યું તો પછી વિશ્વભરનો વિરોધ સહન કરવા તૈયાર રહો. ‘

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણા વિવાદિત પ્રોડક્ટના વેચાણને લઇને એમેઝોન વિવાદોમાં આવેલી છે. આ પહેલા ભારતીય ધ્વજનાં વેચાણ પર વિદેશ મંત્રી સુષમા સ્વરાજે એમેઝોનની વિરુદ્ધ સખ્ત પગલા લીધા હતા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter