એમેઝોને વગાડ્યો ડંકો, વેચાણમાં આ કંપનીને પાછળ ધકેલી

વિશ્વની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન હવે ભારતમાં પણ નંબર વન પર આવી ગઈ છે. એમેઝોને ભારતીય કંપની ફ્લિપકાર્ટને પણ પાછળ ધકેલી દીધી છે. બાર્કલેજની રિપોર્ટ અનુસાર એમેઝોને 31 માર્ચ 2018ના રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષમાં 53 હજાર કરોડ રૂપિયા (7.5 અબજ ડૉલર)નું કુલ વેચાણ કર્યું.

પાંચ વર્ષમાં મેળવી આ સિદ્ધી

એમેઝોને ભારતીય ઈ-કોમર્સ બજારમાં પાંચ વર્ષ પહેલા પગલાં માડ્યા હતાં. ફ્લિપકાર્ટ અને એમેઝોનમાં પ્રચંડ ટક્કર જોવા મળી હતી. બાર્કલેજની રિપોર્ટ મુજબ, એમેઝોન ગ્રૉસ મર્ચેન્ડાઇઝ વેલ્યૂ (જીએમવી) સેલ્સના મામલામાં ફ્લિપકાર્ટને પાછળ ધકેલીને ભારતની સૌથી મોટી કંપની બની ગઈ છે. નાણાંકીય વર્ષ 2016-17માં જીએમવી મામલામાં એમેઝોન અને ફ્લિપકાર્ટની વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી, પરંતુ નાણાંકીય વર્ષ 2017-18માં એમેઝોને સ્પષ્ટ રીતે પ્રગતિ કરી છે. એમેઝોનનો જીએમવી આ સમયગાળાએ 7.5 અબજ ડૉલર રહ્યો, જ્યારે ફ્લિપકાર્ટનો જીએમવી 6.2 અબજ ડૉલર રહ્યો.

ફેસ્ટિવલ સીઝનમાં મોટો સેલ

ચાલુ વર્ષે પણ ફેસ્ટિવલ સીઝન દરમ્યાન બંને દિગ્ગજ કંપનીઓમાં તિવ્ર ટક્કર જોવા મળી હતી. વૉલમાર્ટે હવે ફ્લિપકાર્ટને હસ્તગત કરી લીધુ છે. તેથી એવું મનાઈ રહ્યું છે કે હવે બંને કંપનીઓમાં વધુમાં વધુ માર્કેટ શેર પ્રાપ્ત કરવા માટે પ્રતિસ્પર્ધા જોવા મળશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter